કૃષિ વાર્તાકૃષિ જાગરણ
સપ્ટેમ્બર મહિનામાં આ 10 પાકની ખેતી કરશો તો મળશે સારી આવક !
કામ કરતા પહેલા આયોજન કરવું એ દરેક ક્ષેત્રમાં સફળતાની ચાવી છે. જો કોઈ ખેડૂત જાણતા હોય કે કયા મહિનામાં કયા પાક અથવા શાકભાજી ને વિકસિત કરવા છે, તો તે તેના માટે ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. તેથી, આ લેખમાં, અમે તમને તે પાક વિશે જણાવીશું કે જે તમે સપ્ટેમ્બર મહિના માં ઉગાડશો અને તેમાંથી સારો નફો મેળવી શકો છો. આ એ મહિનો છે જ્યારે મોટાભાગના છોડ બજારોમાં આવે છે અને બીજ પણ મળે છે. આ ઉપરાંત સપ્ટેમ્બર ના ત્રીજા અઠવાડિયા થી ઓક્ટોબર સુધી મોટાભાગની ખરીફ પાકની કાપણી શરૂ થાય છે. સપ્ટેમ્બર મહિના માં ચોમાસાનો અંત આવે છે અને પાનખર તરફ બદલાય છે. સપ્ટેમ્બરમાં ઉગતા પાક / શાકભાજી   ગાજર મૂળો બીટ વટાણા બટાકા સલગમ અજમો કચુંબર ફુલાવર બ્રોકોલી કોબી વાલોળ ટામેટાં નોંધપાત્ર રીતે, સપ્ટેમ્બરમાં વરસાદ સામાન્ય રીતે હળવો હોય છે અને છુટા છવાયા વરસાદ અને દિવસે તડકો નીકળતો હોય છે, તાપમાન મધ્યમથી ગરમ હોય છે અને તે ક્યારેય ઠંડો નથી હોતો. આ મહિનો ચાર ઋતુ ઓની તૈયારીમાં સમાન ભૂમિકા ભજવે છે. સપ્ટેમ્બરના અંતથી ડિસેમ્બરની શરૂઆતનો સમય એ ખેડૂતોની વધતી મોસમનું પરિણામ છે. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. તે ભારતની મોટી વસ્તીને રોજગારી આપે છે અને અર્થતંત્રના વિકાસમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો આપણે યોગ્ય કેલેન્ડર બનાવીએ અને સમયસર ખેતી અને કાપણી કરીએ, તો તે જીવાતો ઘટાડશે, ખાતરોનો ભાર ઘટાડશે અને જમીનની સારી ઉત્પાદકતાને પ્રોત્સાહન આપશે. તો ચાલો એક યોજના બનાવીએ અને સપ્ટેમ્બર મહિનો ભારતની ખેતી માટે એક વરદાન બનાવીયે.
સંદર્ભ : કૃષિ જાગરણ, 25 ઓગસ્ટ 2020 આ ઉપયોગી કૃષિ વાર્તા ને લાઈક કરો અને તમારા અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો.
120
15
સંબંધિત લેખ