યોજના અને સબસીડીzeenews
ખેડૂતો માટે સારા સમાચાર, ઉદ્યોગોની જેમ ખેતી માટે નવી પોલિસી લાવશે સરકાર !
ગુજરાત સરકાર એક બાદ એક મહત્વપૂર્ણ નિર્ણયો કરી રહી છે. આ પહેલા રાજ્ય સરકારે ઉદ્યોગો માટે પોલિસીની જાહેરાત કરી હતી. આજ રીતે હવે ખેડૂતો માટે પણ નવી પોલિસી લાવવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ખેડૂતો માટે નવી પોલિસી લાવવા મુદ્દે સરકારે ચર્ચા વિચારણા શરૂ કરી દીધી છે. હાલમાં સરકાર પાસે લાખો હેક્ટર બંજર જમીન પડી છે. આ જમીનનો કોઈ ઉપયોગ થઈ રહ્યો નથી. હવે સરકાર આ જમીનને બાગાયત ખેતી માટે ખેડૂતોને આપવા માટે વિચારી રહી છે. આ માટે રાજ્ય સરકાર પોલિસી બનાવી રહી છે. રાજ્યમાં 2005મા ખેડૂતોને જમીન આપવા સંદર્ભે બનેલી પોલિસી અંતર્ગત નવી પોલિસી બનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ માટે એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં મહેસુલ મંત્રી કૌશિક પટેલ, કૃષિ વિભાગના સચિવ અને કિસાન સંઘના આગેવાનો પણ હાજર રહ્યાં હતા. કિસાન સંઘ દ્વારા રાજ્ય સરકારને સૂચનો કરવામાં આવ્યા છે. એક હેક્ટરથી લઈને 25 હેક્ટર સુધી બંજર જમીન ખેડૂતોને આપીને ઉત્પાદન શરૂ કરાવવાની યોજના રાજ્ય સરકાર બનાવી રહી છે. આ યોજના હેઠળ ખેડૂતોને વીજ કનેક્શન, પાણી કનેક્શન સહિતની સુવિધા પણ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે. આમ રાજ્ય સરકાર ખેડૂતો માટે નવી પોલિસી બનાવી રહી છે. આ પોલિસી આવશે તો ખેડૂતોને પણ લાભ થશે અને લાખો હેક્ટર પડેલી બંજર જમીન ફળદ્રુપ પણ બનશે. સરકાર દ્વારા ટૂંક સમયમાં આ નવી પોલિસીની જાહેરાત કરવામાં આવી શકે છે.
સંદર્ભ : zeenews, 26 ઓગસ્ટ 2020 કૃષિ સમાચાર ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
65
4
સંબંધિત લેખ