કૃષિ વાર્તાzeenews
હવે જમીન માપણી માટે સરકારી ઓફિસ ના ધક્કા નહીં ખાવા પડે ! જાણો કેમ !
ડિજિટલ ગુજરાતની દિશામાં મહેસૂલ વિભાગનું વધુ એક નક્કર કદમ ઉઠાવ્યું છે. મહેસૂલી સેવામાં વધુ એક જમીન માપણીની સેવા ઓનલાઈન કરાઈ હોવાનું મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. iORA પોર્ટલ પર વિવિધ મહેસૂલી સેવાઓની સાથે જમીન માપણીની અરજી હવે ઓનલાઈન કરી શકાશે. હદ માપણી, હિસ્સા માપણી અને પૈકી માપણી પ્રકારની માપણી અરજીઓ અરજદાર દુનિયાના કોઇપણ ખુણેથી ઓનલાઇન અરજી કરી શકશે. સિસ્ટમ દ્વારા જ માપણી ફીની ગણતરી તેમજ માપણી ફી ઓનલાઇન ચુકવવાની રહેશે. સરકારી રેકર્ડ જેવા કે ગામ નમુના ૭ તથા ૮/અ જમા કરાવવામાંથી અરજદારને મુક્તિ મળશે. માપણીની કાયવાહી પુર્ણ થયે માપણી શીટ Email દ્વારા અરજદારને મોકલી આપવામા આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, હવે સરકાર ઓનલાઇન કામગીરી પર વધારે ભાર આપી રહી છે. કોઇ પણ સરકારી કામ ફેસલેસ પતે તે માટે દરેક વિભાગમાં વિવિધ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. સંદર્ભ : zeenews, ૨૫ ઓગસ્ટ ૨૦૨૦ કૃષિ સમાચાર ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
97
12
સંબંધિત લેખ