એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કપાસમાં છોડની ઉપરની ટોંચ કાપવી !
કપાસના પાકને વધુ પ્રમાણમાં રાસાયણિક ખાતરો આપવામાં આવે તો છોડ તેની જરૂરીયાત કરતા વધુ પ્રમાણમાં વાનસ્પતિ વૃદ્ધિ અને ઉચાઈ વધારશે અને બધોજ ખોરાક પાંદડા, ડાળીઓ અને થડના વિકાસમાં વપરાઈ જશે. જેથી આવા સમયે છોડ પર આવતા ચાંપવા, ફુલ - ભમરી અને જીંડવાને ખોરાક ન મળતા ખરી પડશે. આમ કપાસના છોડની ઊંચાઈ અને સપ્રમાણ વૃદ્ધિનું નિયમન કરવા માટે છોડની ઉપરની ટોંચ કાપવાની ભલામણ થયેલ છે. ઘણી વખત વાતાવરણમાં મોટા ફેરફાર તથા સુક્ષ્મ તત્વોની ઉણપથી પણ ચાંપવા કે નાના અવિકસીતજીંડવા ખરતા જોવા મળે છે.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઑફ એક્સિલેન્સ. આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
18
12
સંબંધિત લેખ