કૃષિ વાર્તાન્યૂઝ18
ખેડૂતો માટે આવી મોટી ખુશખબર, સરકારે કરી આ મોટી જાહેરાત !
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ની અધ્યક્ષતામાં બુધવારે સવારે થયેલી કેબિનેટ બેઠકમાં શેરડી પકવતા ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો છે. ખેડૂતોને રાહત આપતા મોદી સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે શેરડી પકવતા ખેડૂતને એફઆરપી 10 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધી વધારી દીધી છે. તમને જણાવી દઈએ કે, શેરડીના ખરીદ મૂલ્યને Fair & Remunerative Price (FRP) તરીકે જાહેર કરવામાં આવે છે. ચીની (ખાંડ) વર્ષ (Sugar Year) દર વર્ષે 1 ઓક્ટોબરથી શરૂ થઈ આગામી વર્ષ 30 સપ્ટેમ્બર સુધી ચાલે છે. ગત વર્ષે ખરીદ મૂલ્યમાં વધારો નહીં કરવાનો ખેડૂતોએ વિરોધ કર્યો હતો. FRP એ મૂલ્ય હોય છે જેના પર ખાંડ મિલ ખેડૂતો પાસેથી શેરડી ખરીદે છે. શેરડી પકવતા ખેડૂતોના લગભગ 20 હજાર કરોડ ચૂપિયા ખાંડ મિલો પાસે બાકી છે. એવામાં FRP વધવાથી કેટલો ફાયદો ખેડૂતોને મળશે, તે કહેવું વધારે મુશ્કેલ હશે. ખેડૂતો માટે આવી ખુશખબર - મોદી સરકારે આ નિર્ણય બાદ શેરડી ખરીદી મૂલ્ય 285 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગયું છે. આ પહેલા 2019-20માં 2018-19ની તુલનામાં ખરીદી મૂલ્યમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. તમને જણાવી દઈએ કે, FRP સિવાય રાજ્ય સરકાર પણ પોતાની તરફથી ખેડૂતો માટે શેરડીના ભાવ નક્કી કરે છે. તેને એસએસપી (રાજ્ય પરામર્શિત મૂલ્ય) કહેવામાં આવે છે.
સંદર્ભ : News 18 Gujarati. આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
22
4
સંબંધિત લેખ