કૃષિ વાર્તાaajkaaldaily.com
રાજકોટ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં ફેટ દીઠ રૂ.૨૦ નો કર્યો વધારો !
રાજકોટ દૂધ સંઘના અધ્યક્ષ દ્વારા દૂધના ખરીદભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ.૨૦નો વધારાની જાહેરાતથી દૂધ ઉત્પાદકોમાં આનંદની હેલી આવી ગઇ છે.તા.૨૧થી રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. દૂધના ખરીદ ભાવમાં રૂ.૨૦નો વધારો કરીને પ્રતિ કિલો ફેટે રૂ.૭૦૦ ચૂકવવામાં આવશે. રાજકોટ જિલ્લામાં સહકાર પ્રવૃત્તિનું નેતૃત્વ કેબીનેટ કક્ષાના યુવા મંત્રી જયેશભાઇ રાદડીયા સંભાળે છે. તેમને તાજેતરની જિલ્લા કક્ષાની બે અગ્રીમ સંસ્થા બેન્ક અને ડેરીના નિયામક મંડળની ચૂંટણી બિનહરીફ કરાવી સૌનો સાથ સૌનો સહકારના સૂત્રને ચરીતાર્થ કરી સહકારી પ્રવૃત્તિને વધુ મજબૂત બનાવવા માટે દિશાસૂચન આપેલ છે. આ માટે જયેશભાઇ રાદડીયા તથા તેમની તમામ ટીમના સભ્ય, રાજકીય તથા પંચાયત ક્ષેત્રના અગ્રણી, સંગઠનના હોદ્દેદારો તેમજ સહકારી પ્રવૃત્તિ સાથે જોડાયેલા મંડળીઓના તમામ પ્રમુખો, કમીટી સભ્યોનો આભાર માનવામાં આવેલ છે.
સંદર્ભ : aajkaaldaily.com આપેલ માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય મિત્રો ને શેર કરો.
27
7
સંબંધિત લેખ