યોજના અને સબસીડીFaydo
સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ યોજના !
લાભ: રાજયના સીમાંત ખેડૂતો અને ખેત મજૂરોને કુલ ખર્ચના ૯૦% સહાય અથવા રૂ.૧૦,૦૦૦/- બેમાંથી જે ઓછું હોય તે રકમની મર્યાદામા ટુલ્સ કીટ આપવામાં આવશે. પાત્રતા : યોજનાનો લાભ ૧ હેકટર સુધીની જમીન ધારણ કરતા (૮-અ મુજબ) સીમાન્ત ખેડૂત તથા ખેતી કામ કરતા ખેત મજુરોને મળવાપાત્ર રહેશે. • અરજી I-Khedut પોર્ટલ ઉપર ઓનલાઇન કરવાની રહેશે. • અરજી કર્યા બાદ તેની પ્રિન્ટ કાઢીને,સહી/અંગુઠો કરી આધારપુરાવા સાથેના કાગળો જે તે ગામના ગ્રામસેવક અથવા તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી કે સંબંધિત તાલુકા અમલીકરણ અધિકારી/પેટા વિભાગીય અધિકારીની કચેરી ખાતે રજૂ કરવાની રહેશે. જરૂરી આધાર-પુરાવા : • સીમાન્ત ખેડૂતો માટે ૮-અ ની નકલ • ખેત મજ્રર તરીકે તલાટી કમ મંત્રીએ આપેલ પ્રમાણપત્ર અથવા શ્રમ અને રોજગાર વિભાગનું ખેત મજૂર તરીકેનું નોંધણી પ્રમાણપત્ર/ઓળખકાર્ડ • “સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ” ની યાદી પૈકી અરજદારની પસંદગી મુજબના સાધનોની યાદી. • આધારકાર્ડનંબર • રેશનકાર્ડ નંબર (ખેત મજૂર માટે) • અરજી કરવાની અંતિમ તારીખ : ૩૧-૦૮-૨૦૨૦. ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના અધિકૃત વિક્રેતા કેન્દ્ર પરથી લાભાર્થીએ દિન-૩૦ માં ટુલ્સ કીટના સાધનો ૯૦% સહાય અથવા ૧૦,૦૦૦/- બેમાંથી જે ઓછું હશે તે મર્યાદામાં મળશે. વધુ વિસ્તૃત માહિતી માટે આ વિડીયો ને જુઓ અને આ યોજનાને દરેક જરૂરિયાત ખેડૂત સુધી પહોંચાડો જેથી આ યોજનાનો વધુ લાભ મેળવી શકે.
સંદર્ભ : Faydo. આપેલ યોજનાકીય માહિતી ને લાઈક કરીને વધુ ને વધુ જરૂરિયાત ખેડૂતો ને શેર કરો.
176
55
સંબંધિત લેખ