એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ડાંગર માં ખાતર વ્યવસ્થાપન !
એકર દીઠ 2 ટન સારું કોહવાયેલું છાણીયું કોમ્પોસ્ટ ખાતર ૧૫૦ કિલો. દિવેલીનો ખોળ ૭૦૦ કિલો. વર્મીકમ્પોસ્ટ એકસરખું પુંખીને રોટોવેટરથી જમીનમાં પુરતું ભેળવવું. રોપાણ પહેલા પાયામાં આપવાના રાસાયણિક ખાતર : વીઘા દીઠ ૧૭ કિલો ડીએપી અને ૪૦ કિલો અમોનિયમ સલ્ફેટ આપવું . હવેના ખાતર જમીનના પૃથ્થકરણ મુજબ આપવા. ઝીંક તત્વની ઉણપ હોયતો એકર દીઠ 10 કિલો ઝીંક સલ્ફેટ અને લોહ તત્વની ઉણપ હોય તો એકર દીઠ 20 કિલો ફેરસ સલ્ફેટ આપવું. નાઈટ્રોજન યુકત ખાતરનો બીજો હપ્તો વિધા દીઠ ૨૨ કિલો યુરિયા ફૂટ અવસ્થાએ આપવું. નાઈટ્રોજન યુકત ખાતરનો છેલ્લો ત્રીજો હપ્તો વિધા દીઠ ૩૦ કિલો એમોનિયમ સલ્ફટના રૂપમાં જીવ પડે ત્યારે આપવો. જૈવિક ખાતરનો ઉપયોગ રોપણીના ત્રણથી ચાર દિવસમાં એઝેટોબેકટર ( એબીએ -૧ ) અને ફોસ્ફોરસ બેકટેરીયા ( પીબીએસ -૧૬ ) પ્રત્યેક 400 મિ.લિ એકરના પ્રમાણ મુજબ ચાણેલા છાણિયા ખાતર સાથે મેળવીને એક સરખું પૂંખીને આપવું.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઑફ એક્સિલેન્સ. આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
11
3
સંબંધિત લેખ