સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મગફળી માં સફેદ ફૂગ નું અસરકારક નિયંત્રણ !
ખેડૂત મિત્રો, આપણે સૌ આ વર્ષે જાણીયે જ છીએ કે કપાસ નું આ વર્ષે ઓછું અને મગફળી નું રેકોર્ડબ્રેક વાવેતર થયું છે, તો વાવેતર તો થયું પણ હવે તેવું જ સારું ઉત્પાદન મેળવવાનું છે, તો આજ ના આ આર્ટિકલ માં આપણે જાણીશું કે મગફળી માં પાછલી અવસ્થાએ આવતી સફેદ ફૂગ નું કેવી રીતે નિયંત્રણ કરી શકીયે અને નુકશાન થતું અટકાવી શકાય. મગફળી ની છેલ્લી અવસ્થા માં સફેદ રંગ ની ફૂગ (Sclerotium rolfsii ) થડ ના ભાગ માં અને દોડવા પર જોવા મળતી હોય છે.જેના સંક્રમણ ના કારણે આખે આખો છોડ સુકાઈ જાય છે તથા ડોડવા પણ બગડી જાય છે. નિયંત્રણ : • ટ્રાયકોડર્મા વીરડી અથવા ટ્રાઇકોડર્મા હાર્જનિયમ આ બંને જૈવિક ફુગનાશક આ ફૂગ નું નિયંત્રણ અસરકારક રીતે કરી શકે છે. • ટ્રાઇકોડર્માં એક પ્રકાર ની ફૂગ છે જે સફેદ ફૂગ ને પોતાનો ખોરાક બનાવી સફેદ ફૂગ ને નાશ કરે છે. • ટ્રાઇકોડર્માં નો ઉપયોગ આપણા ખેતર માં કરવા માં આવે તો સફેદ ફૂગ પર નિયંત્રણ મેળવી શકાય છે. • મગફળી 35 થી 50 દિવસ ની થાય એ પહેલાં ટ્રાયકોડર્મા ને જમીન માં ભેજ હોય ત્યારે સારું કોહવાયેલ છાણીયા ખાતર, ખોળ અથવા તો રેતી સાથે ભેળવીને જમીન માં પૂંખીને આપવું જોઈએ. ( ૧ કિલો પ્રતિ એકર મુજબ આપવું) • આપણે સૌ જાણીયે જ છીએ કે, ટ્રાયકોડર્મા એ એક પ્રકાર ની કુદરતી ફૂગ છે. જે આપવાથી જમીન માં કોઈ પણ પ્રકાર નું નુકશાન નથી.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઑફ એક્સિલેન્સ. આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
28
18
સંબંધિત લેખ