એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
તુવેર પાક માં લીલી ઇયળ નું નિયંત્રણ !
આ ઈયળ આછા લીલા રંગની જોવા મળે છે. પુખ્ત ફુદાની આગળની પાંખો ઝાંખા બદામી ભુરા રંગની હોય છે. ઇયળ શરૂઆતમાં પાન અને કુમળી ડૂખ તેમજ ફુલ,કળીઓ અને શીંગો ને કોરી ખાય છે. જયારે શીંગોમાં દાણા ભરાવાની અવસ્થા એ મોટા અનિયમિત કાણાં પાડી દાખલ થઈ દાણા ખાય જાય છે • અડધી ઇયળ શીંગના અંદરના ભાગમાં અને અડધી બહાર જોવા મળે છે . આ જીવાતના નિયંત્રણ માટે ઈમામેકટીન બેન્ઝોએટ ૫% એસજી ૪ ગ્રામ અથવા ડેલ્ટામેથ્રીન ૨.૮% ઇસી ૧૦ મિલિ પ્રતિ 10 લિટર પાણીમાં ભેળવી સાંજના સમયે છંટકાવ કરવો.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઑફ એક્સિલેન્સ. આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
19
2
સંબંધિત લેખ