એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
તલનું ભૂતિયું ફૂદું અને તેનું નિયંત્રણ !
ભૂતિયું ફૂદું ની ઓળખ : શરીરે છેડે કાંટો ધરાવતી વિકસીત ઈયળ અને આંગળી જેવડી જાડી અને દેખાવે લીલા રંગની હોય છે. તેનાથી થતું નુકશાન : આ જીવાત પુષ્કળ પ્રમાણમાં તલના પાન ખાઈ નુકશાન કરે છે. નિયંત્રણ : • આ જીવાતનો ઓછો ઉપદ્રવ હોયતો ઈયળો વીણી તેનો નાશ કરવો. • જો ઉપદ્રવ વધુ હોય તો ક્વિનાલફોર્સ ૨૫% ઇસી ૧.૫ મીલી/લીટર અથવા ક્લોરોપાયરીફોર્સ ૨૦% ઇસી ૨ મીલી/લીટર પાણી પ્રમાણે છંટકાવ કરવો. અથવા મેલાથીઓન ૫% ભૂકી હેકટર દીઠ ૨૫ કિલોગ્રામ પ્રમાણે પુખવી.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઑફ એક્સિલેન્સ. આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
19
4
સંબંધિત લેખ