કૃષિ વાર્તાકૃષિ જાગરણ
બેંકોએ ₹90,000 કરોડની સસ્તી કૃષિ લોન મંજૂર કરી, 1.1 કરોડ ખેડૂતો ને ફાયદો !
નવી દિલ્હી: બેંકોએ 1.1 કરોડ કિસાન ક્રેડિટ કાર્ડ (કેસીસી) ધારકોને 89,810 કરોડ રૂપિયાની સસ્તી લોન મંજૂર કરી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ ને આ માહિતી આપી. આને કારણે ખરીફ વાવણીમાં ખેડૂતોને ઘણી મદદ મળશે. સરકારે 20.97 લાખ કરોડ રૂપિયા ના આર્થિક પ્રોત્સાહન પેકેજ હેઠળ કેસીસી દ્વારા 2.5 કરોડ ખેડૂત, માછીમારો અને પશુપાલન સાથે સંકળાયેલા લોકોને કુલ 2 લાખ કરોડની રાહત લોન આપવાની જાહેરાત કરી હતી. નાણાં પ્રધાને એક ટવીટમાં જણાવ્યું હતું કે, 24 જુલાઇ, 2020 સુધી આત્મ નિર્ભર ભારત પેકેજ હેઠળ રૂ. 2 લાખ કરોડની રાહત લોનમાંથી 111.98 લાખ કિસાન ક્રેડિટ કાર્ડ પર કુલ 89,810 કરોડની લોન મંજૂર કરવામાં આવી છે. આનાથી માછીમારો અને ડેરી ખેડૂતો સહિત કુલ અ 2.5 કરોડ ખેડુતોને લાભ થશે. તેમણે કહ્યું કે 30 જૂન સુધીમાં 70.32 લાખ કેસીસી ધારકોને 62,870 કરોડની લોન મંજૂર કરવામાં આવી હતી. સંદર્ભ : ઇકોનોમિક ટાઈમ્સ, 28 જુલાઈ 2020 આ ઉપયોગી કૃષિ વાર્તા ને લાઈક કરો અને તમારા અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો.
71
10
સંબંધિત લેખ