એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કપાસમાં ચૂસિયાં જીવાત માટે આ જૂગાડ કરી જૂઓ !
સામાન્યરીતે ઉપદ્રવની જાણકારી અને નિયંત્રણ માટે ખેતરમાં પીળા ચીકણા ટ્રેપ ખેડૂતો લગાવતા હોય છે. આની સાથે સાથે, ૪-૫ પીળી ખાતરની પ્લાસ્ટિકની થેલીઓ ઉપર ગ્રીસ કે દિવેલનું તેલ ચોપડી તેમને લાકડી કે ડંડા ઉપર ઉભી બાંધી કે સીવી દેવી. અઠવાડિયે ૨-૩ વાર કપાસના છોડ ઉપર ફેરવવી કે જેથી ચૂસિયાં જીવાત તેમના ઉપર ચોંટી જશે. આખા ખેતરમાં કામ પત્યા પછી થેલીઓ બરાબર સાફ કરી ચોંટેલ જીવાતને દૂર કરવી. એક વાર અજમાવી જૂઓ.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
35
8
સંબંધિત લેખ