એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
તલ માં મુળખાઈ નો રોગ !
તલ માં આ રોગ જમીનમાં રહેલી ફયુઝેરીયમ ઓકઝીસ્પોરમ સીસેમી ફૂગ દ્વારા થાય છે. આ કુગના જીવાણું થડમાં અને મુળમાં જોવા મળે છે. આ ફૂગ ને ભેજવાળુ અને ૨૬ થી ૩૦° સે ઉષ્ણતામાન વધારે અનુકુળ આવે છે. આ ફુગ જમીનમાંથી થડમાં પ્રવેશે છે અને મૂળ દ્વારા જળ વાહીનીમાં દાખલ થઈને પાણી સાથે ખોરાકનો રસ્તો બંધ કરી પોષક દ્રાવ્યો લે છે જેના કારણે પ્રકાશ સંશ્લેશનની પ્રક્રિયા પર વિપરીત અસર થાય છે. જેથી છોડ નાજુક કરમાયેલા જોવા મળે છે. પાન નીચા વળી જાય છે અને છોડ સૂકાવા લાગે છે. સાનુકુળ વાતાવરણમાં મોટી સંખ્યામાં છોડ સુકાય છે. આના નિયંત્રણ માટે : રોગગ્રસ્ત જમીનમાં ફરી તલનું વાવેતર કરવુ નહી એટલે કે, પાક ની ફેરબદલી કરવી. 2. થાયરમ, કેપ્ટાન કે મેન્કોઝેબ 3 થી 4 ગ્રામ દવા પ્રતિ 1 કિલો બીજ માં ભેળવી વાવેતર કરવું. 3. રોગ પ્રતિકારક જાત નું વાવેતર કરવું. 4. ઉનાળા દરમ્યાન ખેતર માં ઉડી ખેડ કરવી.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઑફ એક્સિલેન્સ. આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
26
5
સંબંધિત લેખ