એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કપાસમાં ફૂગજન્ય સુકારાના રોગ !
કપાસમાં ફૂગજન્ય સુકારાના રોગમાં છોડ ટોચના ભાગથી કરમાવાની શરૂઆત થાય છે. આવા છોડના મૂળ અને થડ જયારે ચીરવામાં આવે છે ત્યારે તેમની જલવાહિનીઓ કથાઇ રંગની દેખાય છે. છોડ નબળો પડી જાય છે અને અંતે સુકાય જાય છે. નિયંત્રણ : ખેતરમાં પાણી ભરાઈ ના રહે તેવી વ્યવસ્થા કરવી. વધુ પડતા ખાતરોનો ઉપયોગ ના કરતા જરૂરીયાત મુજબ જ ખાતરોનો ઉપયોગ કરવો. તથા હલકી જમીનમાં સારા કોહવાયેલ છાણીયા ખાતર અથવા તો કમ્પોસ્ટ ખાતરનો ઉપયોગ કરવો.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઑફ એક્સિલેન્સ. આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
56
10
સંબંધિત લેખ