કૃષિ વાર્તાદિવ્યભાસ્કર
બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડ માટે 15 ઓગસ્ટ સુધી ખેડૂતો અરજી કરે !
કૃષિ ક્ષેત્રમાં ઉત્સાહી અને પ્રગતિશીલ ખેડૂતો કે જેઓએ પોતાની આગવી કોઠાસૂઝ અને સાહસવૃતિથી ખેતીના વિકાસમાં નવીનતા લાવવા, ઉત્પાદનમાં વધારો કરવા કૃષિ વિકાસમાં તેમના ફાળાને બિરદાવવા માટેના શુભ હેતુથી ભારત સરકાર પુરસ્કૃત અને ગુજરાત રાજય સરકાર સંચાલિત એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી (આત્મા) યોજના હેઠળ “બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડ’’ તાલુકા કક્ષાએ રૂા. 10,000, જિલ્લા કક્ષાએ રૂા.25,000 અને રાજય કક્ષાએ રૂા.50,000 મૂલ્યના એવોર્ડ આપવાની જોગવાઈ કરી છે. બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડ 2019-20 માટે આત્મા યોજનાના ખેડૂત રસ જૂથ (એફ.આઈ.જી.) માં જોડાયેલ ભાઈ-બહેનોને વ્યકિતગત રીતે નિયત અરજીપત્રકમાં અરજી કરવાની રહેશે. આ એવોર્ડ 13 વિવિધ ક્ષેત્રોમાં પોતાની આગવી કોઠાસૂઝથી વિશિષ્ટ કામગીરી કરવા બદલ આપવામાં આવે છે. આત્મા યોજનાના તાલુકા કક્ષાના બી.ટી.એમ./એ.ટી. એમ. પાસેથી નિયત અરજીફોર્મ મેળવી લઇ જરૂરી વિગતો ભરી 15 ઓગષ્ટ-2020 સુધી જરૂરી તમામ સાધનિક દસ્તાવેજો સહિતની અરજી સબંધિત તાલુકાના બી.ટી.એમ./એ.ટી.એમ. અથવા પ્રોજેકટ ડાયરેકટર (આત્મા), ખેડૂત તાલીમ કેન્દ્ર ની કચેરીને પહોંચાડવાનું રહેશે.
સંદર્ભ : દિવ્ય ભાસ્કર. આપેલ માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
51
10
સંબંધિત લેખ