એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
દાડમ માં ફળ નો સડો !
આ રોગ ચોમાસામાં ઘણા પ્રકારની ફૂગથી થાય છે. જો ફૂલ પર ફૂગનું સંક્રમણ થાય ફળ બેસતા નથી અથવા તો વિકાસ થતાં પહેલા જ ફળો ખરી પડે છે, રોગની શરૂઆતમાં ફળની સપાટી ઉપર પીળાશ પડતાં કે કાળા રંગના ટપકાં જોવા મળે છે. આવા ટપકાં ફળના ડિંચાના ભાગમાં વધારે પ્રમાણમાં હોય છે. નુકસાન થયેલા ફળનું વજન ઓછું થઈ જાય છે, આવા ફળો અપરિપક્વ અને કદમાં નાના રહી જાય છે. ફળની ગુણવત્તા પણ રહેતી નથી અને છેવટે પોચું પડી સડી જાય છે. નિયંત્રણ : • અસરવાળી ડાળીઓની છટણી / દૂર કરવી. • ફળના સડાને અટકાવવા માટે ફળ ઉતારતી વખતે ફળને ઈજા થાય નહીં તેની કાળજી રાખવી. • દાડમના પતંગિયાના નિયંત્રણ માટે ભલામણ કરેલ કીટકનાશક દવાનો છંટકાવ કરવો. • ફૂગનાશક દવા જેવી કે મેટીરમ ૫૫% + પાયકલોસ્ટ્રોરીન ૫% ડબ્લ્યુપી ૩૫ ગ્રામ / ૧૦ લિટર પ્રમાણે દ્રાવણ બનાવી છંટકાવ કરવો .
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઑફ એક્સિલેન્સ. આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
14
7
સંબંધિત લેખ