એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મગફળીમાં પાનકોરિયાનું નિયંત્રણ !
શરૂઆતમાં આ જીવાતની નાની ઈયળો કુમળા પાનને કોરીને નુકસાન કરે છે . ઈયળો મોટી થતાં પાનમાં બનાવેલ બુગદામાંથી બહાર નીકળીને ફૂંખની ટોચની નજીકથી પાંદડીઓ એકબીજા સાથે જોડીને જાળુ બનાવી અંદરના ભાગમાં રહી પાનનો લીલો ભાગ ખાય છે. પરિણામે પાંદડીઓ સુકાય જાય છે. આ જીવાત છોડની પાંદડીઓ એકબીજા સાથે જોડી દેતી હોવાથી ખેડૂતો તેને ‘માથા બાંધનારી' અથવા ‘પાન વાળનારી ઈયળો' તરીકે પણ ઓળખે છે. નિયંત્રણ : ડેલ્ટામેથ્રીન ૨.૮ ઇસી ૧૦ મિ.લિ. અથવા લેમડા સાયહેલોથ્રીન ૫ ઇસી ૫ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો જરૂરી છે.
સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ ખેતી માહિતીને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
40
13
સંબંધિત લેખ