સમાચારસમાચાર
ખેડૂતોને થયું નુકશાન તો સરકાર કરશે ભરપાઈ ! 31 જુલાઈ પહેલા કરી લો આ કામ !
અવારનવાર ખેડૂતો માટે સારા સમાચાર અથવા અગત્યની જાહેરાતો થતી હોય છે. હાલ ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. જેના કારણે ખેડૂતોને ફાયદો પણ થઇ શકે છે.માહિતી અનુસાર પાક વીમાની નોંધણી ફ્રી કરવામાં આવી છે. ફક્ત પ્રીમિયમ જ જમા કરાવવું પડશે. અનાજ અને તેલીબિયાંના પાક માટે, ફક્ત 2 ટકા અને વાણિજ્યિક અને બાગાયતી પાક માટે 5 ટકાની વીમા રકમ પર વીમો મેળવી શકાય છે. બાકીનું પ્રીમિયમ ભારત સરકાર અને રાજ્યો દ્વારા જમા કરવામાં આવશે. જો કોઈ આફત આવી પડે તો ખેડૂતોને મોટી રાહત મળી શકે. આ યોજનાને બધા ખેડૂતો માટે ખરીફ સીઝન-2020થી સ્વૈચ્છિક કરવામાં આવી છે. હવે, દેવા બાકીવાળા ખેડૂતો નોમિનેશનની કટ-ઓફ તારીખના સાત દિવસ પહેલા તેમની બેંક શાખાને એક સરળ ઘોષણા ફોર્મ આપીને યોજનામાંથી પોતાને અલગ કરી શકે છે. ક્યાંથી કરાવશો અરજી? તમારા નજીકની બેંક, પ્રાથમિક કૃષિ ધિરાણ સોસાયટી, સામાન્ય સેવા કેન્દ્ર(સીએસસી), ગ્રામ્ય કક્ષાના ઉદ્યમીઓ(VLE), કૃષિ વિભાગની કચેરી, વીમા કંપનીના પ્રતિનિધિ અથવા સીધી જ રાષ્ટ્રીય પાક યોજનાના પોર્ટલની મુલાકાતે જઈ શકો છો. નોમિનેશન માટે ક્યા ક્યાં પુરાવાઓની જરૂર પડશે? આધાર કાર્ડ, બેંક પાસબુક, જમીન રેકોર્ડ/ભાડાકરાર અને સ્વ-ધોષણા પ્રમાણ પત્રની જરૂર પડશે. ખેડૂતોને રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર નિયમિત રીતે એસએમએસના માધ્યમથી અરજીની સ્થિતિ અંગે સૂચના મળશે. એટલે કે નોમિનેશન કરાવા જતા દરેક ખેડૂતોએ મોબાઇલ અવશ્ય લઈને જવો.
સંદર્ભ : કૃષિ જાગરણ . આપેલ માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
18
5
સંબંધિત લેખ