મોનસુન સમાચારસંદેશ ન્યૂઝ પેપર
જાણો, ગુજરાતમાં મોન્સૂન ટ્રફથી આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ !
હવામાન વિભાગની આગાહી અનુસાર સોમવારે દક્ષિણ ગુજરાતના અરવલ્લી, મહિસાગર, સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે.ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતો અને ગરમીથી ત્રસ્ત લોકો ખુશખુશાલ દેખાઈ રહ્યા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે. ગુજરાત પર લો પ્રેશરની વરસાદી સિસ્ટમ સર્જાતા આગામી 3 દિવસ મેઘરાજા મહેરબાન થશે.હાલમાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં મોન્સૂન ટ્રફ(લો-પ્રેશરની પટ્ટી) બનતાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું છે, જેને કારણે વરસાદની સિસ્ટમ સક્રિય બની છે.તેમજ અમદાવાદ સહિત રાજ્યનાં અન્ય વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદી ઝાપટાં પડવાની પ્રબળ શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છનાં વિસ્તારમાં મોન્સૂન ટ્રફ (લો-પ્રેશરની પટ્ટી)ને લીધે રાજ્યમાં વરસાદની સિસ્ટમ સક્રિય બની છે.
સંદર્ભ : સંદેશ 13 જુલાઈ 2020. આપેલ હવામાન માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
23
3
સંબંધિત લેખ