આજ ની સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મરચાંની ફેરરોપણી છોડ પીળા થવાની સમસ્યા!
જમીનમાં સૂક્ષ્મ પોષકતત્ત્વો ની ઉણપ થી મરચાંના પાન પીળા થઈ શકે છે. તેની ઉણપને દૂર કરવા માટે ખેતરમાં યુરિયા ઝીંક સલ્ફેટનો ઉપયોગ કરો અથવા ચીલેટેડ સૂક્ષ્મ પોષકતત્ત્વોનો 15 ગ્રામ પ્રતિ પંપ મુજબ છંટકાવ કરવો._x000D_ સાથે સાથે પાકને નીંદણ મુક્ત રાખો, રોગો અને જીવાતો નું પાક પર અવલોકન કરવું. સવારે છોડને હલાવીને પાક પર ચુસીયા જીવાત ની હાજરી નું અનુમાન લગાવી શકાય છે. જીવાતો ઓળખી અને નિયંત્રિત કરી શકાય છે._x000D_ જો તમે ટપક સિંચાઈનો ઉપયોગ કરો છો, તો ટપક દ્વારા 250 ગ્રામ હ્યુમિક એસિડ આપો. જે છોડનો યોગ્ય વિકાસ કરશે.
સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઑફ એક્સિલેન્સ આ માહિતી ને લાઈક કરી અને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
41
7