સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મરચી ની ફેરરોપણી માટે જમીન ની તૈયારી
મરચીના વાવેતર માટે ગોરાડુ થી મધ્ય કાળી અને ભાઠા ની સારી નિતારવાળી ફળદ્રુપ જમીન વધુ માફક આવે છે._x000D_ _x000D_ જમીનમાં પ્રત પ્રમાણે 60 થી 75 સેમી ના અંતરે ચાસ કાઢવા. આ ચાસમાં પાયાનું રાસાયણિક ખાતર સાથે કાર્બોફ્યુરાન જમીનમાં ભેળવવું (પાયાના ખાતર પોષક તત્વો નો જથ્થો : 50:50:00 ના:ફો:પો) .ત્યારબાદ સમાર મારીને ચાસ ને ઢાંકી દેવા. વાવણી લાયક વરસાદ થાય ત્યારે ફેરરોપણી કરવાથી છોડ સારી રીતે ચોંટી જાય.ફેરરોપણી માટે 5 થી 6 અઠવાડિયા નો ધરું અને 20 થી 25 સેમી જેટલી ઉંચાઈ ધરાવતા ધરુ ની પસંદગી કરવી. ફેરરોપણી વખતે ધરું ને સારી રીતે દબાવીને રોપો જેથી મૂળમાં પોલાણ ન રહે. જો પોલાણ રહે તો છોડ નમી પડે અને મૂળ નો કોહવારો લાગે છે.
સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઑફ એક્સિલેન્સ આ માહિતી ને લાઈક કરી અને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
34
9