મોનસુન સમાચારસંદેશ ન્યૂઝ પેપર
ગુજરાતમાં આ ત્રણ દિવસે ભારેથી અતિભારે વરસાદ ની આગાહી !
હવામાન વિભાગ દ્વારા આગામી 4થી 6 જુલાઇ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 48 કલાકની અંદર રાજ્યના વિવિધ વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડવાની શક્યતા હોવાથી ગરમીમાં ઘટાડો થવાના સંકેત હવામાન વિભાગે આપ્યા છે. આગામી 4, 5 અને 6 જુલાઇના દિવસ વરસાદની આગાહી છે. આગામી 3 દિવસ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં સામાન્ય વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આ આગાહી કરી છે. ત્યાં જ આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જોવા મળી શકે છે. 4 થી 6 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામા આવી છે. દક્ષિણ ગુજરાત,સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં સાયકલોનીક સર્ક્યુલેશનની અસર જોવા મળશે. 4, 5 અને 6 જુલાઈએ ભારે વરસાદની આગાહી થઇ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં અતિભારે વરસાદની આગાહી છે.
સંદર્ભ : સંદેશ આપેલ હવામાન સમાચાર ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
20
0
સંબંધિત લેખ