આજ ની સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મરચી ના ધરૂવાડિયા માં કોહવારો !
આ રોગ જમીનજન્ય ફુગના કારણે થાય છે. જે,બીજ ઉગ્યા પહેલા અને અને પછી એમ બે પ્રકારે થાય છે. આ રોગ માં બીજ સડી/કોહવાઈ જાય છે જેથી તેનું સ્ફુરણ થતું નથી. બીજ ઉગ્યા પછી,છોડ પીળાશ પડે છે, થડ નો જમીન પાસે નો ભાગ બદામી,પાણીપોચાં ડાઘ જોવા મળે છે. રોગ નું પ્રમાણ વધારે જણાય તો છોડ કોહવાઈ ને ચીમળાઈ જાય છે. આ રોગ ના નિયંત્રણ માટે જરૂરી પગલાં : • વરસાદ ના કારણે ધરૂવાડિયામાં પાણી ભરાઈ ન રહે તેનું ખાસ ધ્યાન રાખવું. • કોપર ઓક્સીકલોરાઇટ 40 ગ્રામ પ્રતિ 10 લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. • બોર્ડો મિશ્રણ 0.6 ટંકનું દ્વાવણ જમીનમાં રેડવું.
સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઑફ એક્સિલેન્સ આ માહિતી ને લાઈક કરો અને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો.
32
3