સલાહકાર લેખકૃષિ જાગરણ
જુલાઈ મહિનામાં આ કૃષિ કાર્યો પર આપો વધુ ધ્યાન !
દેશના લગભગ તમામ ભાગોમાં ચોમાસાનું આગમન થઇ ગયું છે. આ જુલાઇમાં પણ ખેડુતોએ ખેતી સંબંધિત કેટલાક મહત્વના કામો પૂરા કરવા જોઈએ, જેથી પાક સારી રીતે ઉગાડી શકાય. વાવણી સંબંધી કાર્યો : • જુલાઇમાં ડાંગર વાવેતરનું કામ ખેડુતોએ કરવું. • રોપણી માટે, 20 થી 30 દિવસના રોપાઓનો ઉપયોગ કરવો. • વાવણી હરોળમાં કરવી. મગફળી: • જુલાઈના મધ્ય સુધીમાં આ પાકની મોડામાં મોડી વાવણી પૂર્ણ કરવી. • સરેરાશ, પ્રતિ હેક્ટર 80 થી 100 કિલો બીજનો ઉપયોગ કરવો. બાજરી: • જુલાઈનો બીજો કે ત્રીજો સપ્તાહ તેની વાવણી માટે યોગ્ય છે. તુવેર : • ટૂંકા સમયમાં પાકતી જાતો નું વાવેતર કરવું. • જુલાઈના પહેલા અઠવાડિયામાં વાવેતર કરવું. • એક હેક્ટર માટે 12 થી 15 કિલો બીજનો ઉપયોગ કરવો. સોયાબીન : • જુલાઈના પ્રથમ અઠવાડિયામાં તેનું વાવેતર કરવું જોઈએ. • બીજનું પ્રમાણ હેક્ટર દીઠ 75 થી 80 કિગ્રાના દરે રાખવું. શેરડી: • પાકને સમયાંતરે પાળા ચડાવવાની વ્યવસ્થા કરો. • ખેતરોમાંથી પાણી ભરાઈ ન રહે તેવી વ્યવસ્થા કરો. મકાઈ : • પાકમાંથી નીંદણ દૂર કરવું જોઈએ. • વધારાના છોડને દૂર કરવાં જોઈએ. • જો પાક વાવેલો નથી, તો જલ્દી કરો.
સંદર્ભ : કૃષિ જાગરણ આપેલ ઉપયોગી માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
123
0
સંબંધિત લેખ