સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ભીંડા માં પીળી નસ નો રોગ નું નિયંત્રણ !
• ભિંડામાં આ રોગ વિષાણુથી થાય છે. _x000D_ • આ વાયરસથી વ્યાપક પ્રમાણમાં ઉત્પાદનમાં અસર થાય છે._x000D_ • આ રોગનું વાહક સફેદમાખી છે જે અન્ય છોડમાં ફેલાવો કરે છે. ઉનાળું ભીંડામાં આ રોગનું પ્રમાણ સવિશેષ હોય છે. _x000D_ • જે વિસ્તારમાં આ રોગનું પ્રમાણ સવિશેષ રહેતું હોય ત્યાં પાકની ફેરબદલી કરતા રહેવું. _x000D_ • નાયાટ્રોજનયુક્ત ખાતરોનું વધારે પ્રમાણમાં ઉપયોગથી રોગનું પ્રમાણ વધતું જાય છે. _x000D_ • આ રોગમાં મુખ્યત્વે પાનની નસો પીળી પડે છે અને બાકીનો ભાગ લીલી રહે છે. _x000D_ • અસરગ્રસ્ત છોડનો વિકાસ મંદ પડી અને છોડ પીળો પડીજાય છે. _x000D_ • આ રોગની અસર સીધી રીતે શીંગો પર પડે છે અને તે પણ પીળી પડી જાય છે અને બજારમાં વેંચતા તેનો ભાવ મળતો નથી જેથી આર્થિક નુકશાન થાય છે._x000D_ • રોગ પ્રતિકારક જાતોનું વાવેતર કરવું . (આવી જાત એગ્રોસ્ટારમાં ઉપલબ્ધ છે.) _x000D_ • સફેદમાખીની મોજણી માટે ભૂરા સ્ટીકી ટ્રેપ એકરે ૫ થી ૮ નંગ લગાવવા._x000D_ • બીજ કંપની પાસે ખરીદેલ બિયારણને પટ આપેલ હોય છે. જો ઘરનું બી વાપરવું હોય તો બીજને વાવતાં પહેલા ઇમીડાકલોપ્રીડ ૭૦ ડબલ્યુએસ ૧૦ ગ્રામ અથવા થાયામેથોક્ષામ ૭૦ ડબલ્યુએસ ૪.૫ ગ્રામ પ્રતિ કિલો બીજ મુજબ બિયારણને પટ આપીને વાવેતર કરવું. આમ કરવાથી રોગના વાહક એવા સફેદમાખીનું નિયંત્રણ શક્ય બનશે._x000D_ • સફેદમાખી, રોગના વાહકને નાથવા માટે સ્પાઇરોમેસીફેન ૨૪૦ એસસી ૦૮ મિલિ અથવા ડાયફેન્થીરોન ૫૦ ડબલ્યુ.પી. ૧૦ ગ્રામ અથવા એસિટામીપ્રિડ ૨૦ એસ.પી. ૪ ગ્રામ અથવા ફ્લોનિકામીડ ૫૦ ડબલ્યુ.જી. ૪ ગ્રામ અથવા એસિફેટ ૫૦% ‌+ ઇમીડાક્લોપ્રીડ ૧.૮ એસપી ૧૦ ગ્રામ પ્રતિ ૧૦ લીટર પાણી પ્રમાણે છંટકાવ કરવો._x000D_ • સેંદ્રીય ભીંડાની ખેતી કરતા ખેડૂતો વર્ટીસીલીયમ લેકાની નામની ફૂગનો પાવડર ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી સાંજના સમયે છોડ બરાબર ભીંજાય તે રીતે છંટકાવ કરવા._x000D_ • સમયાંતરે રોગિષ્ટ છોડને ઉપાડીને નાશ કરવા. ઉપાડેલ છોડ શેઢા ઉપર મૂંકી રાખવા નહિ.
સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઑફ એક્સિલેન્સ આ માહિતી ને લાઈક કરો અને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો.
27
1
સંબંધિત લેખ