સલાહકાર લેખ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
જીરું પાકમાં કાળીયો અથવા ચરમી નિયંત્રણ
આ રોગને લીધે પાક ઉત્પાદન તેમજ દાણાની ગુણવત્તા પર ખૂબ જ વિપરીત અસર પડે છે અને ઘણી વખત તો જીરૂનો પાક સદંતર નિષ્ફળ જાય છે. તો આ રોગોની ઓળખ, રોગને અનુકૂળ વાતાવરણ અને તેનું અસરકારક નિયંત્રણ ખેડૂત મિત્રો માટે જાણવું ખૂબ જ જરૂરી છે. ઓળખ: શરૂઆતમાં પાન પર નાના કથ્થાઇ રંગના ટપકાં જોવા મળે છે. જેનું કદ સમય જતાં વધે છે અને ડાળીયો પર બદામી રંગની પટ્ટી જેવા મળે છે. રોગપ્રેરક ફુગને અનુકૂળ વાતાવરણ મળતાં ખૂબ જ સક્રીય બની ઝડપથી ફેલાવા લાગે છે અને અંતે આખા છોડ કાળા પડી સુકાઇ જાય છે. તેથી તેને કાળીયો પણ કહે છે. રોગીષ્ટ છોડ પર કુલ બેસતા નથી અને જે દાણા બેસે તો પણ તે ચીમળાયેલા અને વજનમાં હલકા રહે છે. કારણ: • કમોસમી વરસાદ. • વાદળછાયું વાતાવરણ. • કયારામાં વધુ પડતો પાણીનો ભરાવો. નિયંત્રણ: • વાદળછાયા વાતાવરણમાં પિયત આપવાનું ખાસ ટાળવું. • નાઇટ્રોજનયુક્ત ખાતર ભલામણ મુજબ જ આપવું. • રોગ આવવાની રાહ જોયા વિના, પાક જયારે મધ્ય ભાગે પહોંચે ત્યારેથી અસરકારક ફૂગનાશક દવાનો યોગ્ય પ્રમાણમાં છંટકાવ કરતું રહેવું. સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ આ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
14
2
સંબંધિત લેખ