AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
13 Sep 19, 01:00 PM
કૃષિ વાર્તાકૃષિ જાગરણ
2030 સુધીમાં 2.6 કરોડ હેક્ટર ઉજ્જડ જમીનને ફળદ્રુપ બનાવવામાં આવશે: પીએમ મોદી
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારત 2030 સુધીમાં 2.6 કરોડ હેકટર ઉજ્જડ જમીનને ફળદ્રુપ બનાવશે. મોદીએ યુનાઇટેડ નેશન્સ રણ નિવારણ સંમેલન (યુએનસીસીડી) ના સભ્ય દેશોની 2 સપ્ટેમ્બરથી ગ્રેટર નોઈડામાં 14 મી સમિટ બેઠકમાં જણાવ્યું હતું કે હું વૈશ્વિક ભૂમિ એજન્ડા અંગે પ્રતિબદ્ધતા જાહેર કરવા માંગુ છું.
પહેલા ભારતે વર્ષ 2030 સુધીમાં 2.1 કરોડ હેક્ટર ઉજ્જડ જમીનને ફળદ્રુપ બનાવવાનું લક્ષ્ય રાખ્યું હતું. આજે અમે આ લક્ષ્યને વધારી 2.6 કરોડ હેક્ટર કરવાની જાહેરાત કરીએ છીએ. તેમણે જણાવ્યું હતું કે આ ઉપરાંત, ત્રણ અરબ ટન કાર્બન ગ્રહણ કરવા માટે, વાવેતર વિસ્તાર વધારવામાં આવશે, જે અગાઉ અઢી અરબ ટનનું લક્ષ્ય હતું. આ પ્રસંગે વડા પ્રધાને વિશ્વના દેશોને એકલ-ઉપયોગી પ્લાસ્ટિકને અલવિદા કહેવા અને 'વૈશ્વિક જળ એજન્ડા' તૈયાર કરવા હાકલ કરી છે. તેમણે કહ્યું હતું કે જમીન બિનઉપજાવ હોવાનો બીજો એક પ્રકાર છે.જેના પર અમે વધારે ધ્યાન આપી રહ્યા નથી, પરંતુ તેનો સામનો કરવો અશક્ય બની શકે છે. પ્લાસ્ટિક કચરો જમીન ઉજ્જડ બનાવે છે. તેથી અમે એકવાર ઉપયોગમાં લીધા પછી પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાનું બંધ કરવાનું નક્કી કર્યું. સંદર્ભ - કૃષિ જાગરણ, 12 સપ્ટેમ્બર 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
73
0