AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
12 Aug 19, 06:00 PM
મોનસુન સમાચારabpasmita.in
ગુજરાતમાં હવે કેવો વરસાદ રહેશે? જાણો આગાહી?
છેલ્લા 10થી વધારે દિવસોથી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મન મુકીને વરસેલો વરસાદ આજથી વિરામ લે તેવી સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી 4-5 દિવસ સુધી ગુજરાતમાં ક્યાંય ભારે વરસાદ પડે તેવી સિસ્ટમ તૈયાર નથી. જોકે કેટલાંક વિસ્તારોમાં છુટોછવાયો અથવા મધ્યમ વરસાદ પડે તો નવાઈ નહી પરંતુ ભાગ્યે જ કોઈ જગ્યાએ ભારે વરસાદ જોવા મળશે. હવામાન વિભાગના રિજનલ ડિરેક્ટર જયંત સરકારે કહ્યું હતું કે, ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સારો એવો વરસાદ લાવનાર લો પ્રેશરની સિસ્ટમ હવે વધુ પશ્ચિમ તરફ આગળ વધી ગઈ છે. જેથી ગુજરાતમાં હવે ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના નથી. જોકે ઉત્તર ગુજરાત અને રાજ્યના સમગ્ર પશ્ચિમ દરિયા કિનારે રહેલી વરસાદી સિસ્ટમ એક્ટિવ જ રહેશે અને તેના કારણે ગુજરાતમાં જુદા જુદા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આગામી 13-14 ઓગસ્ટે ડાંગ, નવસારી, વલસાડ અને તાપી જિલ્લા સાથે કેન્દ્ર શાસિત પ્રદેશો દમણ, દાદર-નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. સંદર્ભ: એબીપી અસ્મિતા 12 ઓગસ્ટ, 2019
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
19
0