Looking for our company website?  
AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
02 Oct 19, 06:00 PM
મોનસુન સમાચારસંદેશ ન્યૂઝ પેપર
ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા રાહતના સમાચાર, આ તારીખે મેઘરાજા કરશે બાય-બાય
ગુજરાતમાં ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે જણાવ્યું કે, ગુજરાત રાજ્ય પર સર્જાયેલી સાયક્લોનિક સિસ્ટમ હવે હટી ગઈ છે. અને તે હવે રાજસ્થાન તરફ ફંટાઈ ગઈ છે. હવામાન વિભાગની આ આગાહીને પગલે ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે. કેમ કે, સતત વરસાદને કારણે પાકને મોટાપાયે નુકસાન થયું છે. અને લીલા દુકાળની પણ ભીતિ સેવાઈ રહી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્ય પરથી ડિપ્રેશનની સિસ્ટમ નબળી પડી છે. અને ગુજરાત રાજ્ય પર સર્જાયેલી સાયક્લોનિક સિસ્ટમ હવે રાજ્ય પરથી હટી ગઈ છે. ડિપ્રેશન વેલ માર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થઈને રાજસ્થાન તરફ ફંટાઈ ગયું છે. હજી 24 કલાક રાજ્યમાં વરસાદી માહોલ રહેશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. જો કે, વરસાદની તીવ્રતા ઘટશે. હવામાન વિભાગ દ્વારા જાહેર થયેલી આ આગાહીને પગલે ખેડૂતો એ રાહતનો શ્વાસ લીધો છે. અગાઉ હવામાન વિભાગે કરેલી આગાહી સાચી પડી છે. હવામાન વિભાગે કહ્યું હતું કે, 1 ઓક્ટોબર સુધી વરસાદી સિસ્ટમ રાજ્ય પરથી હટી જશે. અને 3 ઓક્ટોબરે વરસાદ ગુજરાતમાંથી વિદાય લેશે. સંદર્ભ : સંદેશ ન્યૂઝ, 01 ઓક્ટોબર, 2019
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
24
0