AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
20 Dec 18, 01:00 PM
કૃષિ વર્તાએગ્રોવન
કૃષિ ક્ષેત્ર આ સંશોધનને કારણે ભરપુર લાભ મેળવશે.
કેલિફોર્નિયા વિશ્વવિદ્યાલય, ડેવિસે ખાતેના પ્લાન્ટ બાયોલોજિસ્ટો (વનસ્પતિ જીવશાસ્ત્રી)એ ચોખાના એવા છોડની શોધ કરી છે જે બીજમાંથી ક્લોન તરીકે પ્રજોત્પત્તિ પામે છે. 1920ના દાયકા સુધી સંશોધનમાં છોડની બે પ્રજાતિઓ વચ્ચે સંકરણ કરાવીને છોડની હાઇબ્રિડ જાતોને વિકસાવવાનો સમાવેશ થતો હતો. તેને તેમના બીજનો ઉપયોગ કરીને વધુ વિકસાવાતા હતા. પરંતુ છોડના મૂળ ગુણધર્મોમાં વિકાસ અંગેની કોઈ સાતત્યપૂર્ણ પુષ્ટિ ન હતી. જ્યારે આ છોડોનું ક્લોનિંગ, પેદાશ આપવાનો અને છોડના સારા ગુણધર્મોને બહાર લાવવાની ક્ષમતા ધરાવે છે. હવે પછીથી, એક છોડની તેના બીજમાંથી એક ક્લોન નિર્મિત કરવાની ક્ષમતા કૃષિ જગત માટે એક બહુ મોટી ઉપલબ્ધિ અને સાથે સાથે એક વરત્દાન બની રહેશે. ખેડૂતોએ દર વર્ષે સંકરિત બિયારણ ખરીદવાની જરૂર નહિ પડે. પ્રસંગવશાત, આવા સંકરિત બિયારણ ખરીદવા સામાન્ય ખેડૂતોની પહોંચની બહારનું છે. આથી આ સંશોધન ખેડૂતોને ચોક્કસપણે લાભદાયી બની રહેશે.
સરખામણીમાં, આ શોધ એક વધુ ઊપજ આપતી, રોગ-પ્રતિકારક અથવા આબોહવાને સહન કરતી પાકની પ્રજાતિના વિસ્તરણને સરળ બનાવી શકે તેમ છે. છોડનું સંકરણ કરનારાઓ તેમજ જનીનશાસ્ત્રીઓને આ લાભદાયી નીવડવાનું છે. આ સંશોધન પત્ર પ્રખ્યાત જર્નલ નેચરમાં પ્રસિદ્ધ થયું છે. વનસ્પતિ જીવશાસ્ત્રી અને સંશોધનકર્તા ઇમ્તિયાઝ ખાન ડે અને પ્રોફેસર વેન્કટેશન સુંદરેસન, જેઓ કેલિફોર્નિયા વિશ્વવિદ્યાલય, ડેવિસથી છે, તેમણે આ સંશોધન આઇઓવા સ્ટેટ વિશ્વવિદ્યાલય અને ફ્રાન્સના INRA ના સહકર્મીઓના સહયોગમાં કર્યું છે. સંદર્ભ - એગ્રોવન, 17 ડિસેમ્બર 2018
37
5