Looking for our company website?  
AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
16 Jun 19, 01:00 PM
કૃષિ વાર્તાગૉંવ કનેક્શન
સોલર ડ્રાયર થી સુકાશે ફૂલ, જળવાઈ રહેશે ગુણવત્તા
ભારતથી નિકાસ થવા વાળા ફૂલ ઉત્પાદનોમાં 70% હિસ્સો સુકા ફૂલો અને છોડના અલગ ભાગો છે. પરંતુ સૂકા ફૂલોના ઉત્પાદનોનું વૈશ્વિક બજાર ભારતની ભાગીદારી માત્ર 5 % છે. ભારતીય સંશોધકોએ એક સોલર ડ્રાયર વિકસિત કર્યો છે જે ગુલાબ અને ગલગોટા જેવા ફૂલોની સુંદરતા અને ગુણોને નુકસાન પહોંચાડ્યા વગર સુકવવામાં ઉપયોગી છે. આ તકનીક ને વિકસિત કરવાવાળા માં સામીલ નવી દિલ્હી માં સ્થિત ભારતીય કૃષિ અનુસંધાન ના વૈજ્ઞાનિક એ જણાવ્યું હતું કે "સોલાર ડ્રાયર અને સુધા પ્રકાશ માં સુકવેલ ફૂલ નો રંગ, રૂપ અને આકાર નું મુલ્યાકનમાં જાણવા મળ્યું કે બહારના તાપમાનમાં ઉતાર-ચડાવ થાય છે, જેનાથી ખુલ્લા પ્રકાશમાં ફૂલ સૂકવવાથી રંગ, રૂપ અને આકાર પ્રભાવિત થાય છે.
ગુલાબના ફૂલોને ખુલ્લામાં સુકાતા લગભગ 54 કલાક લાગે છે, જ્યારે સોલર ડ્રાયરથી લગભગ 33 કલાકમાં સુકાઈ જાય છે. ગલગોટા ના ફૂલ ને સૂકાતા લગભગ 48 કલાક લાગે છે. સોલર ડ્રાયરથી 27 કલાકમાં ગલગોટાના ફૂલો સુકાવીને સારી ગુણવતા મેળવી શકાય છે. સોલર ડ્રાયર મદદથી ફૂલો અને છોડ ની ડાળખીઓ, પાંદડા લાંબા સમય સુધી તેમની તાજગી જાળવી શકે છે. સંદર્ભ - ગાવ કનેક્શન, 3 જૂન 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
38
0