Looking for our company website?  
AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
21 Aug 19, 06:00 PM
મોનસુન સમાચારસંદેશ ન્યૂઝ પેપર
ગુજરાતમાં કઈ-કઈ જગ્યાએ પડી શકે છે છૂટો છવાયો વરસાદ?
આગામી 3 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદી માહોલ જોવા મળશે. જ્યારે અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસરથી વરસાદ રહેશે. જામનગર, દ્રારકા, ભાવનગર, અમરેલીની સાથે સાથે રાજકોટ અને ગીર સોમનાથમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે ત્યારે હવામાન વિભાગે આગામી 3 દિવસ ગુજરાતમાં છૂટો છવાયા વરસાદી ઝાપટાં પડે તેવી આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદી માહોલ જોવા મળશે. સમગ્ર ગુજરાતમાં હજુ થોડા દિવસ સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમની અસરથી વરસાદ જોવા મળશે. આ સિવાય જામનગર, દ્વારકા, ભાવનગર, અમરેલીમાં વરસાદની આગાહી છે. જ્યારે રાજકોટ, ગીર સોમનાથમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. સંદર્ભ : સંદેશ 21 ઑગસ્ટ, 2019
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
13
0