Looking for our company website?  
AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
21 Nov 17, 01:00 PM
કૃષિ વર્તાએગ્રોવન
તમામ પ્રકારના કઠોળ પરથી પ્રતિબંધ ઉઠાવી લેવાયો
કેન્દ્ર સરકારે તમામ પ્રકારના કઠોળના નિકાસ પરથી પ્રતિબંધ ઉઠાવી લીધો છે. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે ગુરુવારે જણાવ્યુ હતુ કે આર્થિક બાબતોની કેબિનેટ કમિટીએ તમામ પ્રકારના કઠોળના નિકાસ પર પ્રતિબંધ દૂર કરવાની મંજૂરી આપી છે. આ નિર્ણય પછી, કઠોળના દરમાં સુધારો થવાની શક્યતાઓ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદ હેઠળ યોજાયેલી કેબિનેટની બેઠકમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીય કાયદા પ્રધાન શ્રી. પ્રસાદે લેવાયેલ નિર્ણયો વિશે જણાવ્યું હતું. અગાઉ કેન્દ્ર સરકારે સપ્ટેમ્બરમાં તુવેર, અડદ અને મગના નિકાસ પર પ્રતિબંધ ઉઠાવ્યો હતો. પરંતુ મસુર, ચણા વગેરે વિશે નિર્ણય લેવાયો ન હતો. આ નવા નિર્ણય મુજબ, હવે તમામ પ્રકારની કઠોળ મુક્તપણે નિકાસ કરી શકાય છે. આ નિર્ણય કઠોળના ઉત્પાદનમાં વધારો કરી શકે છે. સંદર્ભ- એગ્રોવન 17 નવેમ્બર 2017
26
12