Looking for our company website?  
AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
22 Dec 18, 01:00 PM
કૃષિ વાર્તાએગ્રોવન
કૃત્રિમ રબર બનાવવા સંશોધનકારો સફળ થયા
ચાઇનાના સંશોધક સ્પાઇડ થ્રેડમાંથી પ્રેરણા લઈને કુદરતી રબર જેવા સંપૂર્ણ કૂત્રિમ રબર બનાવવામાં સફળ રહ્રા છે. રબરના આ તત્વો સખત અને વધુ ટકાઉ છે. સંશોધનકારે અભિપ્રાય આપ્યો છે કે તેના આંતરિક માળખાને તણાવની સ્થિતિમાં સરખાવીએ તો તે વધુ સ્થિર છે, સંશોધકોએ કહ્યું છે કે કુદરતી રબરની તુલનામાં તે ફરીથી ઉપયોગમાં લેવા માટે ખૂબ સરળ છે. ચાઇનાની સિચુઆન યુનિવર્સિટીના સંશોધકો યુન ઝિયાઆંગ અને ગુઆંગ્સુ હુઆંગ કુદરતી રબરના ગુણધર્મોને કૂત્રિમ રબરમાં લાવવા માટે નવી તકનીકની શોધ કરી છે. તેમને સ્પાઇડર નેટવર્કથી આ પ્રેરણા મળી છે. થર્મલ સિથરતા સાથે સ્પાઇડર થ્રેડમાં જબરદસ્ત સ્થિરતા અને ક્ષમતા છે. સમાન ક્ષમતાની પ્રાપ્તિ માટે, જેમ કે(એમિનો એસિડના ચાર તત્વોમાંથી) એક નાની પોલીમર સાંકળ તૈયાર કરવામામ આવે છે.
કૂત્રિમ રબર કુદરતી રબર જેવા કાર્યક્ષમ અને ટકાઉ છે પરંપરાગત રબરમાં જે વલ્કેનાઇઝેશનની પ્રક્રિયાની જરૂર છે તેની આમાં કોઇ આવશ્યતા નથી. તે જ સમયે રબરના ઝ્ડપથી વધતા કચરામાંથી કચરાના તત્વોનો ફરીથી ઉપયોગ શક્ય નથી થતો તેથી આ રબર વધુ નફાકારક હોવાનું કહેવાય છે. સંદર્ભ- એગ્રોવન, 17 ડિસેમ્બર 2018
9
0