Looking for our company website?  
AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
23 Aug 19, 06:00 PM
મોનસુન સમાચારસંદેશ ન્યૂઝ પેપર
ફરી એકવખત દ. ગુજરાતના આ વિસ્તારોને ઘમરોળશે મેઘરાજા
હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી પ્રમાણે, 23મી ઓગસ્ટથી 26મી સુધી રાજ્યના કોઈ ઠેકાણે ભારે વરસાદની શક્યતા નથી પરંતુ ત્યાર બાદ એટલે કે, 27મી ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ જણાઈ રહી છે. ઓગસ્ટ મહિનાના પ્રારંભથી જ સમગ્ર ગુજરતામાં ધોધમાર વરસાદ વરસતા લોકોને રાહત થઈ હતી. હજુ પણ ઓગસ્ટ મહિનો બાકી છે ત્યારે વરસાદનો રાઉન્ડ આવશે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી. ભાદરવા મહિનામાં પણ મેઘરાજાનું આગમન થઈ શકે તેવા ઉજળા સંજોગો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે ઓગસ્ટની શરૃઆતથી પંદર દિવસમાં રાજ્યમાં સારો વરસાદ પડયો હતો. સંદર્ભ : સંદેશ 23 ઑગસ્ટ, 2019
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
19
0