Looking for our company website?  
AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
19 Feb 18, 10:00 AM
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
જામફળના વૃક્ષોની કાપણી અને ખાતર વ્યવસ્થાપન
જામફળના વૃક્ષમાં નિયમિત કાપણીની જરૂર નથી પણ વૃક્ષને યોગ્ય વળાંક આપવા માટે, નાના વૃક્ષ અને નવા અંકુરોની કાપણી કરવી લાભકારક છે. એકજ થડ ઉપર વૃક્ષ ઉગાડવા માટે, 0.5m ની ઉંચાઇ પર આવેલી ડાળીઓને સમયાંતરે કપાવી જોઈએ. વૃક્ષનું સમતોલ જાળવવા માટે, 3-4 ડાળખીઓ સરખા અંતરે રાખવી જોઈએ.
ખાતર વ્યવસ્થાપન - પહેલા 4 વર્ષ યોગ્ય માત્રામાં ખાતર અપાવું જેથી વૃક્ષ ઝડપથી ઉગશે. • ચોમાસું બેસતા પહેલા છાણીયું ખાતર 20 થી 22 કિગ્રા વૃક્ષ દીઠ આપવું જોઈએ. • વાવેતરના 6 મહિના પછી 150 ગ્રામ નાઈટ્રોજન, 50 થી 60 ગ્રામ ફોસફરસ, 50 ગ્રામ પોટાશ આપવું જોઈએ. • આગલા વર્ષથી, ખાતરની માત્રા 800 ગ્રામ નાઈટ્રોજન, 400 ગ્રામ ફોસફરસ, 400 ગ્રામ પોટાશ વૃક્ષ દીઠ તેને ત્રણ ભાગમાં વિભાજિત કરીને આપવું જોઈએ. પાણીનું વ્યવસ્થાપન - જામફળનું વૃક્ષ લાંબા સમય સુધી પાણીનો તાણ સહન કરી શકે છે. પણ નવા વાવેતર માટે જમીનના પ્રકાર પ્રમાણે,10 થી 15 દિવસના અંતરે પાણી આપવું જોઈએ. થડની ફરતે બે વર્તુળ બનાવવા અને બહારના વર્તુળમાં પાણી પાવું. છોડને ઉનાળામાં 10 થી 15 દિવસના અંતરે અને શિયાળામાં 20 દિવસના અંતરે પાણી આપવું. જેમ વૃક્ષ મોટું થાય તેમ વર્તુળનો આકાર વધારવો. સંદર્ભ- એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર એક્સેલન્સ, 19 ફેબ્રુઆરી 18
69
1