Looking for our company website?  
AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
01 Dec 19, 06:30 PM
પશુપાલનકૃષિ જાગરણ
નવજાત વાછરડાની સંભવિત બીમારી અને તેનું નિવારણ
પશુઓના નવજાત વાછરડાઓની સંભાળ લેવી એ એક પડકારજનક કાર્ય છે. તેઓને જન્મ પછીના કેટલાક મહિનાઓ સુધી રોગો થવાની સંભાવના વધુ હોય છે. તેથી, જરૂરી છે કે જન્મના કેટલાક મહિનાઓ સુધી વધારે ધ્યાન રાખવું જરૂરી છે. નાના વાછરડાને કંઈ-કંઈ બીમારી થી બચવાની જરૂર છે તે જાણીયે.
1. અતિસાર (પાતળા ઝાડા) પશુના નાના બચ્ચાઓને ઝાડા થવાની સંભાવના સૌથી વધારે હોય છે. તેથી તેમની વિશેષ કાળજી લેવી જરૂરી છે. અતિસારનો આ રોગ તેમના જીવન માટે જોખમી છે અને તેનાથી પશુ મૃત્યુ પણ પામી શકે છે. ઘણા કારણોસર પશુઓના નાના વાછરડાને ઝાડા થઈ શકે છે, જેમ કે, વધુ પડતું દૂધ પીવડાવવું, પેટમાં ચેપ, પેટમાં કૃમિના કારણે. સાવચેતી અને નિયંત્રણ: પશુઓના બચ્ચાને યોગ્ય માત્રામાં દૂધનું સેવન કરાવવું જોઈએ. જો પશુને અતિસાર ઝાડાની સમસ્યા હોય તો પશુ ડોક્ટરનો સંપર્ક કરવો. 1. પેટમાં કૃમિ (કીડા): ગાય-ભેંસના વાછરડાઓમાં થનારી આ સૌથી સંભવિત રોગ છે. પેટનાં કૃમિઓને કારણે પશુઓનાં વાછરડા કમજોર થવા લાગે છે. કીડાની સમસ્યાને કારણે વાછરડાને ઝાડા કે કબજિયાત થવા લાગે છે. સાવચેતી અને નિયંત્રણ: પીપરાઝિન નામની દવા કૃમિના ઉપચાર માટે યોગ્ય છે. તેમજ ગર્ભાવસ્થાના અંતિમ સમયગાળામાં ગાય-ભેંસને પેટના કૃમિને મારવા માટે દવા આપવી યોગ્ય છે. 6 મહિનાના સમય સુધી દર ૧.૫-૨ મહિનામાં એક વખત પીપરાઝિન લિક્વિડ અથવા ગોળી આપવી વધુ યોગ્ય છે. 3. નાભિની બીમારી: નવજાત વાછરડાની નાભિમાં ચેપનું જોખમ સૌથી વધારે રહેતું હોય છે. ચેપને લીધે તેની નાભિમાં સોજો આવે છે. સાવચેતી અને નિયંત્રણ: આ રોગને હળવાશથી ન લેવો. તમારા નજીકના પશુચિકિત્સકનો સંપર્ક કરવો. સંદર્ભ: કૃષિ જાગરણ જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટા નીચે આપેલા પીળા અંગૂઠાના ચિન્હ પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
185
0