Looking for our company website?  
AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
27 Dec 18, 10:00 AM
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ભીંડામાં જીવાત નિયંત્રણ
હાલ મોટા ભાગના ખેડૂતોએ ભીંડા ઉતારવાની શરુઆત કરી દીધી હશે. ભીંડામાં આવતી જીવાતો સામે યોગ્ય પગલાં લેવાથી ભીંડાનું ધાર્યુ ઉત્પાદન મેળવી શકાય છે. ભીંડામાં મુખ્યત્વે ચૂસિયાં જેવા કે મોલો, તડતડિયા (લીલી પોપટી), સફેદમાખી અને ડૂખ અને ફળ કોરી ખાનાર ઇયળોથી નુકસાન થતો હોય છે. જીવાતોનું સંકલિત વ્યવસ્થાપન (આઇ.પી.એમ.) - o ખેતરમાં ચીકણા પીળા ટ્રેપ (યલો સ્ટીકી ટ્રેપ્સ) લગાવવા. o જીવાતોનાં ઉપદ્રવની શરૂઆત થતા લીંબોળીનું તેલ ૫૦ મિ.લિ. અથવા લસણની ૫૦૦ ગ્રામ કળીનો અર્ક અથવા લીમડા આધારિત તૈયાર દવા ૧૦ થી ૪૦ મિ.લિ. અથવા વર્ટીસીલીયમ લેકાની નામની ફૂગનો પાવડર ૪૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ઉમેરી સાંજના સમયે છંટકાવ કરવો. o ભીંડામાં પીળી નસનો રોગ સફેદમાખીથી ફેલાય છે. આવા રોગિષ્ઠ છોડ નાશ કરવા. o ચૂસિયા જીવાતો માટે ઇમીડાક્લોપ્રીડ ૭૦ ડબલ્યુજી ૨ ગ્રામ અથવા થાયામેથોક્ષામ ૨૫ ડબલ્યુજી ૩ ગ્રામ અથવા ટોલફેનપાયરાડ ૧૫ ઇસી ૨૦ મિ.લિ. અથવા ડાયનોટેફ્યુરાન ૨૦ એસ.જી. ૪ ગ્રામ અથવા ફ્લોનિકામીડ ૫૦ ડબલ્યુ.જી. ૪ ગ્રામ અથવા ડાયફેન્થીરોન ૫૦ ડબલ્યુ.પી. ૧૦ ગ્રામ અથવા સ્પાઇરોમેસીફેન ૨૪૦ એસસી ૦૮ મિ.લિ. અથવા એસિટામીપ્રિડ ૨૦ એસ.પી. ૪ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે છંટકાવ કરવો. o ડૂખ અને ફળ કોરી ખાનાર ઇયળનો ઉપદ્રવ વધતો જણાય ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસ.સી. ૩ મિ.લિ. અથવા લેમડા સાયહેલોથ્રીન ૪.૯ સીએસ ૫ મિ.લિ. અથવા પાયરીડાલીલ ૧૦ ઇસી ૧૦ મિ.લિ. અથવા પાયરીપ્રોક્ષીફેન ૫% + ફેંપ્રોપેથ્રીન ૧૫% ઇસી ૧૦ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે છંટકાવ કરવો.
o નુકસાનવાળી ડૂંખ કાપી તેનો નાશ કરવો. o ભીંડાની સમયસર અને નિયમિત વીણી કરવી. નુકસાનવાળા ભીંડા ઈયળો સહિત નાશ કરવા. o ભીંડામાં દાળિયા, કરોળિયા અને ક્રાયસોપા જોવા મળે તો તેમનું જતન કરવું. ડૉ. ટી. એમ. ભરપોડા ભૂતપૂર્વ કીટ વિજ્ઞાન પ્રોફેસર બી.એ. કોલેજ ઓફ એગ્રીકલ્ચર, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ - 388 110 (ગુજરાત ભારત)
241
88