Looking for our company website?  
AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
31 Mar 19, 06:00 PM
પશુપાલનએગ્રોવન
ભેંસ અને ગાયમાં મહત્તમ દૂધ ઉત્પાદન માટે પોષકતત્વોનું વ્યવસ્થાપન
● અપૂરતો પશુ આહાર દૂધાળા પ્રાણીઓના શારીરિક વિકાસ, દૂધ ઉત્પાદન, અને પ્રજનન પર ખરાબ અસર કરે છે. કોઈપણ સંક્રમણ પહેલા, સ્વસ્થ આહાર વ્યવસ્થાપનની શરૂઆત કરવી જરૂરી છે. ● પશુના સૂકા ઘાસચારામાં પ્રોટીન અને ઊર્જાનું પ્રમાણ વધારવાથી અપેક્ષિત પરિણામ મળશે. ● પશુની અવસ્થા અને વજનનું કાળજીપૂર્વક નિરીક્ષણ કરવું. પ્રસુતિ બાદ ત્રણ અઠવાડિયા સુધી પશુની ખાસ કાળજી રાખવી જોઇએ. ભવિષ્યમાં, દૂધનું ઉત્પાદન વધારવા અને શક્તિની ખામીને પશુના ચારા સાથે બહારથી ચરબીજન્ય ખોરાક ખવડાવવાથી દૂર કરી શકાય છે. ● જયારે ગાય અને ભેંસો દૂધ ઉત્પાદન અવસ્થા સુધી પહોચે છે, ત્યારે આહાર દૂધ ઉત્પાદનની ક્ષમતાને આધારે આપવો જોઈએ. પશુના પાચનતંત્ર માટે જરૂરી પ્રોટીન અને ફાઈબરનો જથ્થો અને બીજા ખનીજતત્વો પશુ ચિકિત્સકોની સલાહ પ્રમાણે આપવાં જોઈએ.
● પશુ ચિકિત્સક અથવા પશુ ડોક્ટરની સલાહ પ્રમાણે, ભેંસો અને ગાયોને દરરોજના ઘાસચારાના જથ્થા, પ્રોટીન અને ફાઈબરના જરૂરી આહારની સાથે આ ખનીજતત્વો આપવા જોઈએ. પશુ આહારમાં અને ઘાસચારામાં નવી મિશ્ર આહાર અથવા ટીએમઆર ટેકનોલોજી ઉપયોગી છે અને પશુના પાચનતંત્રમાં એસીડીટી ઘટાડે છે._x000D_ સ્ત્રોત- ડો.પરાગ ઘોનગલે, એગ્રોવન, ફેબ્રુઆરી 25, 2019 _x000D_ જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
504
6