Looking for our company website?  
AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
12 Jul 18, 10:00 AM
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ચોમાસામાં વાવેલા ભીંડામાં ડુંખ અને ફળ કોરી ખાનાર ઈયળનું વ્યવસ્થાપન
વિકસિત ભીંડામાં ઉનાળાની ઋતુ કરતા ચોમાસાની ઋતુમાં ટપકાવાળી ઈયળ અને હેલિકોવર્પા ઈયળનો પ્રકોપ વધુ હોય છે. બંને ઈયળો આ પાકની ડુંખ અને ફળોને નુકસાન કરે છે. સંકલિત વ્યવસ્થાપન • પ્રકોપની શરૂઆતમાં, લીમડાનું તેલ 50 મિલી અથવા લીમડા પર આધારિત દ્રાવણ 20 મિલી (1 ઇસી) થી 40 મિલી (0.15 ઇસી) અથવા વર્ટિસીલીયમ લેકાની, ફૂગ આધારિત પાઉડર 40 ગ્રામ પ્રતિ 10 લીટર પાણીમાં સાંજના સમય દરમ્યાન છંટકાવ કરવો. 10 દિવસના સમયગાળા પછી તેનું પુનરાવર્તન કરો. • ટપકાંવાળી ઈયળ/હેલિકોવર્પાની પુખ્ત જીવાતની વસ્તી ઘટાડવા માટે ફેરોમોન ટ્રેપ @ 40 પ્રતિ હેક્ટર લગાવો. • અસરગ્રસ્ત ડુંખની અંદરની ઇયળને અંદર જ મારવા માટે આંગળી વડે દબાવો અથવા અસરગ્રસ્ત ડુંખને ભેગી કરો અને નાશ કરો. • પાકની નિયમિત લણણી કરો.
• લણણીના સમયે, અસરગ્રસ્ત ફળોને અલગ કરો અને પ્રાણીઓને ખવડાવો. વધુ પુખ્ત ફળો છોડ પર રહેવા જોઈએ નહિ. • બેસિલસ થુરિન્જેન્સિસ, બેક્ટેરિયલ પાઉડર 20 ગ્રામ અથવા બેસીયાના, ફૂગ આધારિત પાઉડર 40 ગ્રામ પ્રતિ 10 લીટર પાણીમાં ભેળવીને સાંજના સમય દરમ્યાન છંટકાવ કરવો. • HaNPV(ન્યુક્લિયર પોલીહાઈડ્રોસીસ વિષાણું) 250 LE સાથે 500 લીટર પાણી પ્રતિ હેક્ટર સંપૂર્ણપણે સાંજના સમય દરમ્યાન છંટકાવ કરવો. • જો પ્રકોપ વધી રહ્યો છે, ફેનવેલેરેટ 20 ઇસી 10 મિલી અથવા કલોરેન્ટ્રાનીલીપ્રોલ 20 એસસી 3,ઇલી અથવા એમામેક્તિન બેન્ઝોએટ 5 ડબ્લ્યુજી 5 ગ્રામ અથવા ક્યાંતટ્રાનીલીપ્રોલ 10 ઓળી 10 મીલી અથવા ડેલ્ટામેથ્રિન 1% + ટ્રાયએઝોફોસ 35% ઇસી 10 મિલી અથવા સાયપરમેથ્રીન 10 ઇસી 10 મિલી અથવા ડેલ્ટામેથ્રિન 2.8 ઇસી 10 મિલી અથવા લેમ્બ્ડા સાયહેલોથ્રીન 4.9 સીએસ 5 મિલી અથવા પયરીડ્યલ 10 ઇસી 10 મિલી અથવા ફેનોબુકાર 50 ઇસી 4 મિલી અથવા ક્વીનાલફોસ 25 ઇસી 20 મિલી 10 લીટર પાણીનો છંટકાવ કરવો. ડૉ. ટી. એમ. ભરપોડા ભૂતપૂર્વ કીટ વિજ્ઞાન પ્રોફેસર બી.એ. કોલેજ ઓફ એગ્રીકલ્ચર, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ - 388 110 (ગુજરાત ભારત)
87
5