Looking for our company website?  
AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
21 Sep 19, 06:30 PM
જૈવિક ખેતીએગ્રોવન
બુવેરીયા બેસીયાના ના ફાયદા અને ઉપયોગો
આ ફૂગ વિશ્વના મોટાભાગના ભાગોમાં કુદરતી રીતે જોવા મળે છે. આ ફૂગના બીજકણ જંતુઓની ચામડીના સંપર્કમાં આવતાની સાથે જ તે જીવાતનાં શરીર પર ફેલાય છે, તે જંતુના આખા શરીરમાં ફૂગ ફેલાવે છે અને આંતરિક પોષક તત્ત્વો પર ટકી રહે છે. જંતુઓ 48 થી 72 કલાકની અંદર મૃત્યુ પામે છે.
પાક: અનાજ, કઠોળ, શાકભાજી, ફળ પાક લક્ષ્ય જીવાત: વિવિધ પ્રકારની ઈયળ, ચાંચવું અને પાન ખાનાર ઈયળો ઉપયોગ: ધૈણ/મુંડા ના નિયંત્રણમાં તેને માટીમાં ભેળવી અથવા પાણીમાં ભેળવી છોડ ના મૂળની નજીક આપો અથવા પાકની વાવણી પહેલાં અથવા પછી માટીમાં ભેળવી કે ટપક સાથે સિંચાઈ સાથે આપવું જોઈએ. ઉપયોગની પદ્ધતિઓ: જીવાતો ની સંખ્યા અથવા પાક પર આધાર રાખે છે. ગ્રીનહાઉસ માં પાક પર લગતા જીવાત નિયંત્રણ માટે દર 15 થી 20 દિવસમાં એકવાર તેનો ઉપયોગ કરો. માત્રા : 200 લિટર પાણીમાં 2 કિલો પ્રતિ એકર ટપક દ્વારા આપવું અથવા 5 ગ્રામ પ્રતિ લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. સંદર્ભ - એગ્રોવન જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
170
0