Looking for our company website?  
AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
15 Apr 19, 10:00 AM
સલાહકાર લેખકૃષિ જાગરણ
પોલીહાઉસ દ્વારા ઉત્પાદનમાં વધારો!
પોલીહાઉસ અથવા ગ્રીનહાઉસ એ પોલિથીન શીટ્સનું માળખું છે જે સામાન્ય રીતે અર્ધ ગોળાકાર અથવા ચોરસ હોય છે. તે શાકભાજી, ફૂલછોડ અને સુશોભન પાકોને ઉગાડવા માટે આગ્રહણીય છે. પોલીહાઉસ ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતોને વધારે લાભ આપે છે, તેથી તેઓ વધારે પસંદ કરે છે.
નીચે પોલી હાઉસના કેટલાક ફાયદા છે: • છોડ નિયંત્રિત તાપમાન હેઠળ ઉગાડવામાં આવે છે તેથી પાકને નુકશાન થવાની ઓછી શક્યતા રહેલી છે. • કોઈ પણ પ્રતિકુળ સીઝન માં પાક ઉત્પાદન લઇ શકાય છે. • પોલીહાઉસમાં રોગ જીવાત નો ઉપદ્રુવ ઓછો આવે છે. • બાહ્ય આબોહવા પાકની વૃદ્ધિને અસર કરતી નથી. • પોલીહાઉસમાં ઉચ્ચ ગુણવત્તાની પેદાશ મળે છે. • હવા ઉજાસ તેમજ પાણીના નિકાલની સારી વ્યવસ્થા રહે છે. • પોલીહાઉસ કોઈપણ સીઝન દરમિયાન છોડને યોગ્ય પર્યાવરણ પૂરું પાડે છે. • ઉત્પાદન માં લગભગ 5 થી 10 ગણો વધારો. • પાકની ઓછી અવધી. • ડ્રિપ સિંચાઈની મદદથી ખાતરની આપવું સરળ છે. સ્રોત: કૃષ્ણ જાગરણ જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
267
1