Looking for our company website?  
AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
20 Nov 19, 01:00 PM
કૃષિ વાર્તાકૃષિ જાગરણ
આઇ.એ.આર.આઇ. દ્વારા વિકસિત ઘઉંની અદ્યતન જાતો
ભારતીય કૃષિ સંશોધન સંસ્થા (આઈએઆરઆઈ) એ ઘઉંની કેટલીક અદ્યતન જાતો વિકસાવી છે જે ટૂંકા ગાળામાં વધારે ઉત્પાદન આપે છે. એચડી 3043 ઘઉંની જાતનું ઉત્પાદન 66 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર થાય છે. ઘઉંની આ જાતોમાં ગેરુ અને પાન નો સુકારો જેવા રોગ સામે પ્રતિકારક છે.એચ આઈ 1563 ઘઉંની આ જાતમાં શાખા, દાંડી અને પાંદડા રોગ સામે ઉચ્ચ પ્રતિકાર હોય છે.આ ઉપરાંત આ ઘઉંની જાતનું ઉત્પાદન 38 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર છે.
એચડી 2987 ઘઉંની આ જાત મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગોવા અને તમિલનાડુના મેદાનોમાં વાવવા માટે યોગ્ય છે. વરસાદ આધારિત ખેતીવાળા વિસ્તારોમાં તેનું ઉત્પાદન 2.0-2.2 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર છે, મર્યાદિત સિંચાઈવાળા વિસ્તારોમાં 3.0-3.2 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર છે, ઘઉંની આ જાત રોટલી બનાવવા માટે યોગ્ય છે. એચડી 2985 ઘઉંની આ જાત પૂર્વી ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિશા, સિક્કિમ, પશ્ચિમ બંગાળ, આસામ ના મેદાનોમાં વાવવા માટે છે. ઘઉંની આ જાતનું ઉત્પાદન 3.5-4.0 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર છે. તે 105-110 દિવસમાં તૈયાર થાય છે. સંદર્ભ: કૃષિ જાગરણ 18 નવેમ્બર 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટા નીચે આપેલા પીળા અંગૂઠાના ચિન્હ પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
231
1