Looking for our company website?  
AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
01 Sep 19, 06:30 PM
પશુપાલનNDDB
પશુપાલક કેલેન્ડર: સપ્ટેમ્બરમાં ધ્યાનમાં રાખવાની બાબતો
સારા ચોમાસા પછી પશુઓના શેડમાં પાણી ભરાવાની સમસ્યાને કારણે રોગો થવાની પ્રબળ સંભાવના છે, તેથી વરસાદી પાણીનું યોગ્ય સંચાલન કરો. જો શક્ય હોય તો પશુઓને સૂકી અને ઊંચી જગ્યાએ રાખો. યોગ્ય ઘાસચારો સૂકી અને ઊંચી જગ્યાએ સંગ્રહિત કરો. વાડાની સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રાખવું. ફ્લોર અને દિવાલો પર સમય સમય પર ચૂનાનો છંટકાવ કરવો. વાતાવરણીય તાપમાનના વધઘટથી પ્રાણીઓને બચાવવાનાં પગલાં પર ધ્યાન આપવું. પશુઓને પરોપજીવીઓથી સુરક્ષિત કરો. પશુ ગરમી માં આવ્યા પછી 12 થી 18 કલાકની અંદર ગાભણ રાખવા માટેનો યોગ્ય સમય છે. આ સિઝનમાં લીલો ઘાસચારોની બહુ ઉપલબ્ધતાને કારણે, વધારે પડતા વપરાશથી સંબંધિત સમસ્યાઓ ટાળવા માટે પશુઓને ખુલ્લામાં ચરાવવા મોકલવા ન જોઈએ. ચારા સાથે મીઠું મિશ્રણમાં આપો. લીલા ચારા સાથે સુકા ચારાને મિક્સ કરીને ખવડાવો. આ મહિનામાં ઘેટાંના ઉનને કાપવાનું કામ કરવું. સંદર્ભ : એનડીડીબી અને એફએઓ
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
810
2