Looking for our company website?  
AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
23 Jun 19, 06:00 PM
પશુપાલનપશુ સંદેશ
પશુમાં રસીકરણનું મહત્વ (ભાગ -૧)
પશુઓમાં સ્વાસ્થ્યનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે, કારણ કે દર વર્ષે હજારો દુધારું પશુ ખતરનાક બીમારી જેવીકે, ગળસૂંઢો,ખરવા- મોવાસા,તનછ ના સંક્રમણ ના કારણે મારી જાય છે જેથી પશુપાલકોને આર્થિક નુકસાન સહન કરવું પડે છે. રસીકરણ નું મહત્ત્વ: પશુઓનું યોગ્ય રસીકરણ પશુ ડોક્ટરની સલાહ મુજબ શરૂઆતથી જ રસીકરણ કરાવવું. વર્તમાન સમયમાં ઝૂનોટિક રોગો (તે પશુથી માનવમાં ફેલાય થાય છે) જેની ગંભીરતા અનદેખી ના કરી શકાય જેવાકે, કાળીયો તાવ (એન્થ્રેક્સ),બ્રુસેલોસિસ,ક્ષય રોગ વગેરે. રસીકરણ દ્વારા શરીર તથા વાતાવરણમાં રહેલા સુક્ષ્મ જીવો સામે લડવા માટે શક્તિ પ્રદાન કરે છે. રસીકરણ સ્વસ્થ પશુને જ લગાવવા જોઈએ બીમાર પશુને રસીકરણ ન કરવું જોઈએ. પશુપાલકે રસીકરણ બાદ તેને નાશ કરવાની રીત ને પણ ધ્યાન દેવું જોઈએ. રસીકરણ અને રોગ નિવારણની બાબતો: રસીકરણ પ્રોગ્રામ વિવિધ રોગોથી પ્રાણીઓના બચાવને સફળતાપૂર્વક સુનિશ્ચિત કરે છે, જો સફળતાપૂર્વક રસીકરણ કાર્ય બાદ પશુઓ બીમારીના સંકેતો દર્શાવતા નથી અને આ રીતે રસીકરણ પશુઓમાં સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે. રસીકરણ પહેલા પ્રાણીઓ આંતર પરોપજીવી(કૃમિ) નાશક દવા પશુડોક્ટરની સલાહ મુજબ આપવી જોઈએ.ખનીજ ખનિજ મિશ્રણનો ઉપયોગ કરવો જોઈએ. રસીકરણ ને સફળ બનાવવા માટે જરૂરી છે કે રસીને યોગ્ય તાપમાનની સ્થિતિમાં રાખવી જોઈએ. ભાગ-૨ માં જાણીશું કે ક્યાં રોગ માટે પશુને ક્યારે રસી આપવી જોઈએ. સંદર્ભ : પશુ સંદેશ
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
462
0