Looking for our company website?  
AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
18 Aug 19, 06:30 PM
પશુપાલનNDDB
પશુમાં મુખ્ય અને ગૌણ ખનિજ તત્વોનું મહત્વ
દુધારુ પશુઓને સામાન્ય શારીરિક સંરક્ષણ, વિકાસ અને પ્રજનન હેતુ આહારમાં ઘણા બધા ખનિજ તત્વોની જરૂરિયાત હોય છે. જે ખનિજ તત્ત્વની વધુ માત્રામાં જરૂર હોય છે, તેને મુખ્ય ખનિજ તત્ત્વ અને જેની જરૂરિયાત ઓછી છે, તેને ગૌણ ખનિજ તત્વો કહેવાય છે. મુખ્ય ખનિજ તત્વોમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નીશિયમ, પોટેશિયમ, સોડિયમ, ક્લોરીન અને સલ્ફર અને ગૌણ ખનિજ તત્વોમાં લોહ, જસ્ત, મેંગનીજ, તાંબું, આયોડીન કોબાલ્ટ અને સેલેનિયમ હોય છે. ખનિજ તત્વોનું કાર્ય કેલ્શિયમ • દૂધ ઉત્પાદન માટે જરૂરી • હાડકા અને દાંતના નિર્માણ માટે આવશ્યક • માશપેસીને નાજુક બનાવે ફોસ્ફોરસ • ઉર્જા ને શરીરમાં ઉપયોગ કરવા જરૂરી મેગ્નીશિયમ • કાર્બોહાઇડ્રેટ્સ અને અવશોષણ પ્રક્રિયા અને પ્રોટીન ના નિર્માણ માટે આવશ્યક કોપર • હિમોગ્લોબિન નિર્માણ માટે આવશ્યક • શરીરનો રંગ બનાવવા અને અનેક એંઝાઇમન્સના સંઘટન માટે આવશ્યક છે. • પ્રજનન માટે આવશ્યકતા ઝીંક • શુક્રાણુ નિર્માણ, પ્રાથમિક અને અન્ય અંગોના વિકાસ માટે આવશ્યક • ચામડીની કોશિકાઓ સામાન્ય કાર્યપ્રણાલી માટે જરૂરી મેંગનીજ • શરીરમાં કાર્બોહાઇડ્રેટનો ઉપયોગ કરવામાં મદદ કરે • ફેટી એસિડ બનાવટ માટે જરૂરી આયોડીન • થાઇરાઇડ હાર્મોન નિર્માણ માટે જરૂરી • પશુના પ્રજનન અને વિકાસ માટે જરૂરી કોબાલ્ટ • રુમનના જીવાણુઓ દ્વારા વિટામિન બી 12 બનાવટ માટે જરૂરી • હિમોગ્લોબિન ના નિર્માણ માટે જરૂરી સંદર્ભ: NDDB
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
295
0