Looking for our company website?  
AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
30 Aug 19, 06:00 PM
મોનસુન સમાચારabpasmita.in
રાજ્યમાં આ વિસ્તારોમાં આગામી ત્રણ દિવસમાં પડશે ભારે વરસાદ
ગુજરાતમાં વરસાદની બીજી ઇનિંગની ધમાકેદાર શરૂઆત થઈ છે. આગામી ત્રણ દિવસમાં ગુજરાતના કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. કચ્છ પર સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થતા આ આગાહી કરવામાં આવી છે. બીજી બાજુ સૌરાષ્ટ્ર, દીવ, દમણમાં પણ મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં સીઝનનો 94.89 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં હાલમાં 5,000 ક્યુસેક તથા તેથી વધુ પાણીની આવક ધરાવતા જળાશયોમાં સરદાર સરોવરમાં 4,46,725, કડાણામાં 84,522, ઉકાઇમાં 70,763, વણાકબોરીમાં 69,357, પાનમમાં 6,148 ક્યુસેકનો સમાવેશ થાય છે. સંદર્ભ: એબીપી અસ્મિતા 30 ઓગસ્ટ, 2019
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
20
0