Looking for our company website?  
AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
09 Sep 19, 06:00 PM
મોનસુન સમાચારabpasmita.in
રાજ્યનાં આ વિસ્તારોમાં આગામી 4 દિવસ પડશે ધોધમાર વરસાદ,
રાજ્યમાં ફરી આગામી 4 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લો, નવસારી, વલસાડ, રાજકોટ, જામનગર, પોરબંદર, દ્વારકા, સાબરકાંઠા, બનાસકાંઠા, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, કચ્છ, બોટાદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ રાજ્યમાં મોસમમાં સરેરાશ 108 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ કચ્છમાં જ્યારે સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતમાં નોંધાયો છે.દરિયામાં ૪૦થી ૫૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના, વરસાદને પગલે જગતનો તાત ખુશખુશાલ જણાય રહ્યો છે. રાજ્યના કાંઠા વિસ્તારના ગીર સોમનાથ જિલ્લામાં પણ 24 કલાકથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. ભારે વરસાદના કારણે જિલ્લાનાં તમામ તાલુકામાં વરસાદ વરસ્યો છે. ભાદરવો ભરપૂર થવાના લીધે જિલ્લાના બે મોટા ડેમ અને એક ચેકડેમ ઓવરફ્લો થયો છે. વરસાદના પગલે ગીરના જંગલમાં આવેલો શિંગવડા ડેમ અને હિરણ-2 ઓવરફ્લો થયો છે. સંદર્ભ: એબીપી અસ્મિતા 9 સપ્ટેમ્બર, 2019
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
16
0