Looking for our company website?  
AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
04 Oct 19, 06:00 PM
મોનસુન સમાચારસંદેશ ન્યૂઝ પેપર
ગુજરાતમાં છેલ્લા 6 વર્ષનો સૌથી વધુ વરસાદ વરસ્યો, જાણો ગત વર્ષ કરતાં કેટલો વધારે પડ્યો
રાજ્યમાં ચાલુ વર્ષે એવરેજ વરસાદની સરખામણીમાં 41 ટકા વધુ એટલે કે, 141 ટકા વરસાદ પડી ચૂક્યો છે. આમ આ વખતે છેલ્લા 6 વર્ષનો સૌથી વધુ રેકોર્ડ બ્રેક વરસાદ પડયો છે. 6 વર્ષ પહેલા એટલે કે, વર્ષ-2013 માં 1175 મીમી એટલે કે, 47 ઈંચ જેટલો વરસાદ પડયો હતો.જેની સરખામણીમાં આ વખતે 1150 મીમી એટલે કે, 46 ઈંચ વરસાદ પડયો છે. આમ ગત વર્ષ કરતા માત્ર એક ઈંચ જ ઓછો વરસાદ પડયો છે. બીજી તરફ ગત વર્ષની વાત કરીએ તો ગત વર્ષે સિઝનનો કુલ 25.52 ઈંચ વરસાદ પડયો હતો. જેની સરખામણીએ આ વખતનો 55 ટકા વધુ વરસાદ નોધાયો છે. છેલ્લા ત્રીસ વર્ષમાં 1994માં સૌથી વધુ 49.80 ઈંચ જેટલો વરસાદ પડયો હતો. રાજ્યમાં છેલ્લા 6 વર્ષમાં આ વખતે વરસાદે રેકોર્ડ બ્રેક કર્યો છે. વર્ષ-2015માં રાજ્યમાં એવરેજ 26 ઈંચ, વર્ષ-2016માં 29.08 ઈંચ, વર્ષ-2017માં 36.36 ઈંચ અને વર્ષ-2018માં 25.52 ઈંચ વરસાદ નોધાયો હતો. ગુજરાતમાં જળ બંબાકાર થતાં મોટાભાગના ડેમ છલકાયા છે. સંદર્ભ : સંદેશ ન્યૂઝ, 04 ઓક્ટોબર, 2019
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
15
0